ગુજરાતમાં આ વિસ્તારના ખેડૂતો-જમીન ધારકો સ્થાનિક તંત્રના ભ્રષ્ટાચારથી ત્રાહીમામ


ગાંધીનગર, 3 માર્ચ, 2025: ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરવાનું સૂત્ર હવે ગાયબ થઈ ગયું હોય એવું લાગે છે. છેલ્લા થોડા દિવસમાં રાજ્યના વિવિધ ભાગમાં લાંચિયા અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે ત્યારે એચડી ન્યુઝને બાવળામાં જમીનોના દસ્તાવેજની પ્રક્રિયામાં ચાલતા બેફામ ભ્રષ્ટાચારની જાણકારી મળી છે. આવા વ્યાપક ભ્રષ્ટાચારને કારણે ખેડૂતો અને જમીન ધારકો ત્રાહીમામ પોકારી ગયા છે.
મળતી માહિતી મુજબ બાવળામાં પ્લોટ – જમીનના દસ્તાવેજોની કાચી નોંધ કરવામાં ઈરાદાપૂર્વક વિલંબ કરવામાં આવે છે. આ અંગે અનેક લોકોની ફરિયાદ છે કે જવાબદાર કર્મચારીઓ – અધિકારીઓને પૈસાનો વ્યવહાર કરવામાં ન આવે ત્યાં સુધી કાચી નોંધ આપવામાં આવતી જ નથી. જે ખેડૂત કે પાર્ટી દસ્તાવેજની સાથે અમુક ચોક્કસ રકમ ટેબલ નીચેથી આપે તો જ તેમનું કામ નિર્ધારિત સમયમાં થાય છે.
આ પણ વાંચોઃ AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ બુટલેગર સાથે માર્યા ઠુમકા: એકબીજાના ખભે હાથ રાખી ડાન્સ કરતા જોવા મળ્યા
હકીકતે આ અંગે નિયમ એવો છે કે, પાર્ટી દ્વારા વેચાણ દસ્તાવેજ રજૂ કરવામાં આવે તેના બેથી સાત દિવસમાં કાચી નોંધ આપવી પડે. પરંતુ બાવળા ઈ-ધરાના જવાબદાર કર્મચારી-અધિકારી અરજી દબાવીને બેસી જાય છે અને કોઈ પ્રતિભાવ આપતા નથી અને નોંધ પણ આપતા નથી. આને કારણે અનેક ખેડૂતો હેરાન થાય છે પરંતુ ભ્રષ્ટ તંત્રના પેટનું પાણી પૈસા વિના હાલતું જ નથી!
ખેડૂતોની માગણી છે કે રાજ્ય સરકારે આ અંગે તત્કાળ તપાસ કરીને બાવળા ઈ-ધરાના ભ્રષ્ટાચારીઓ સામે સખત પગલાં લેવા જોઇએ. સરકારે અરજીની તારીખો અને નોંધ પડ્યાની તારીખો મગાવવી જોઈએ તો તરત જ બાવળા તંત્રની ભ્રષ્ટાચારની લાલિયાવાડીનો ખુલાસો થઈ જશે.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD