ખેડૂત 70 કિમી ચાલીને 512 કિલો ડુંગળી વેચવા ગયો, નફો માત્ર 2/- રૂ !
ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં પણ ખેડૂતો ડુંગળીના ભાવને લઈને હેરાન પરેશાન થઈ રહ્યા છે. હમણાં ગુજરાતના ભાવનગરમાં ડુંગળીના પૂરતા ભાવ ન મળવાને લીધે ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાનો આ કિસ્સો સંભાળી તમને પણ એવું થશે કે જગતનો તાત કહેવાતા ખેડૂતની આ દશા.
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર : ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી ખેડૂતને રડાવી રહી છે
ગરીબોની કસ્તુરી ઘણાંતિ ડુંગળી આજકાલ ગુજરાત સહિત મહારાષ્ટ્રના ખેડૂતોને પણ રડાવી રહી છે. મહારાષ્ટ્રમાં ડુંગળી ઉગાડતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હાલ ડુંગળીના ભાવ ઘટવાથી ખેડૂતો ખૂબ જ પરેશાન છે. સોલાપુર જિલ્લામાં ડુંગળી વેચવા માટે 58 વર્ષીય ડુંગળીના ખેડૂત રાજેન્દ્ર તુકારામ ચૌહાણ 70 કિલોમીટર ચાલીને પોતાનો ડુંગળીનો પાક વેચવા સોલાપુર APMC પહોંચ્યા હતા. 512 કિલો ડુંગળી વેચવા માટે તુકારામ ચાલીને આવ્યા હતા અને ડુંગળી વેચ્યા બાદ તેમને માત્ર 1 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ મળ્યો હતો. જો માત્ર ટ્રાન્સપોર્ટ, મંડી અને લોડીંગ-અનલોડિંગનો ખર્ચ કાઢીએ તો 512 કિલો ડુંગળી વેચીને તેમણે માત્ર 2.49 રૂપિયાનો નફો કર્યો હતો. ડુંગળીના ખેડૂત તુકારામે જણાવ્યું હતું કે, “મને 512 કિલો ડુંગળી વેચવા માટે 1 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ મળ્યો હતો. આ ડુંગળીએ APMCમાં ડુંગળીના વેચાણનો ખર્ચ બાદ કર્યા પછી મને ₹2.49ની બચત કરી હતી.”