ઉત્તર ગુજરાત

પરિવારના સપના પી જતો દારૂ, થરાદમાં દારૂના બંધ કરાવો, શિવનગરના રહીશોએ રેલી કાઢી

Text To Speech

પાલનપુર: સૌરાષ્ટ્રમાં થયેલા કેમિકલ કાંડના પડઘા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા થરાદમાં પડ્યા છે. થરાદના શિવનગર વિસ્તારની મહિલાઓ મોટી સંખ્યામાં એકઠી થઈ હતી. કરુણા ફાઉન્ડેશનના નેતૃત્વમાં આ મહિલાઓ દારૂબંધીને લઈને ઉગ્ર બની હતી. લઠ્ઠાકાંડ બાદ સરહદી વિસ્તારમાં મહિલાઓમાં જાગૃતિ આવી છે. દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે એએસપી પૂજા યાદવને આવેદનપત્ર આપ્યું હતું. મહિલા આગેવાન ગીતાબેન ની આગેવાની હેઠળ નીકળેલી રેલી એએસપી કચેરીએ પહોંચી હતી. અહીંના શિવનગર વિસ્તારમાં ચાલી રહેલા અડ્ડામાં ખુલ્લેઆમ વેચાતો દારૂ પોલીસ તાત્કાલિક ધોરણે બંધ કરાવે તેવી માંગ કરી હતી. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ વેચાણ થતા દારૂને લઈ મહિલાઓ રણચંડીના સ્વરૂપમાં જોવા મળી હતી. આ મહિલાઓએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, અમારા વિસ્તારના 18 થી 50 વર્ષના પુરુષો દેશી- વિદેશી દારૂ પીવાની લતે ચડ્યા છે. જેના કારણે પરિવારજનોને આર્થિક, સામાજિક, શારીરિક ને માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમજ બાળકોના ભાવી ઉપર પણ અસર પડી છે. નાની ઉંમરમાં બહેનો વિધવા બની રહી છે.

આવેદનપત્ર- humdekhengenews

એએસપીને આવેદનપત્ર આપી કાર્યવાહી કરવા કરી માંગ

બેફામ દારૂ વેચતા બુટલેગરો શિવનગરમાં બુટલેગરો બેફામ દારૂ વેચાણ કરે છે. જો તે અટકાવવામાં નહીં આવે તો મોટો ખતરો ઊભો થશે. તેવી દહેશત રહીશોએ વ્યક્ત કરીને શિવનગર વિસ્તારની હાલત દિવસે- દિવસે કથળતી જશે અને જીવલેણ સાબિત થશે તેમ જણાવ્યું હતું.

થરાદ-humdekhengenes

દારૂ અમારા સપના પી જાય છે

શિવનગરની મહિલાઓએ પોતાની વ્યથા રજૂ કરતા જણાવ્યું હતું કે, દારૂ માત્ર એક જ વ્યક્તિને નથી પીતો. તે બાપના સપનાઓ, માનો પ્રેમ, બહેનની લાગણીઓ, પત્ની સહચર્ય અને બાળકોનું ભવિષ્ય પી જાય છે.

થરાદ- humdekhengenews

અસામાજિક તત્વો ઉત્પિડન કરશે તો પોલીસ જવાબદાર

શિવનગરની મહિલાઓ અને રહીશોએ આવેદનપત્ર આપીને પોલીસને જણાવી દીધું છે કે, હવે પછી અમારા વિસ્તારમાં દારૂનું વેચાણ થાય અને કોઈ બુટલેગર કે અસામાજિક તત્વો અમારા વિસ્તારના કોઈપણ વ્યક્તિ ઉપર શારીરિક કે માનસિક ઉત્પિડન કરશે તો તેની જવાબદારી થરાદ પોલીસની રહેશે. જેથી વહેલી તકે પોલીસ કાયદેસર કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી હતી.

Back to top button