તથ્ય પટેલે કરેલ અકસ્માતમાં બચી ગયેલા યુવાન માટે પરિવારે 28 લાખ ખર્ચ્યા થતા પરિણામ શૂન્ય

- ઇસ્કોન બ્રિજકાંડમાં નવ લોકોને ઉડાવી મોતને ઘાટ ઉતાર્યા હતા
- તથ્યે સર્જેલા અકસ્માતમાં દસથી વધુ લોકો ઘાયલ થયા હતા
- જય ચૌહાણ નામનો યુવક રૂ.28 લાખ જેટલી રકમ ખર્ચ્યા બાદ પણ હજુ સાજો થયો નથી
તથ્ય પટેલે કરેલ અકસ્માતમાં બચી ગયેલ યુવાન માટે પરિવારે લાખો રૂપિયા હોસ્પિટલમાં નાખ્યા છતાં બેભાન અવસ્થામાં છે. ત્યારે તથ્યની ડિસ્ચાર્જ અરજીનો સરકાર પક્ષ તરફથી જોરદાર વિરોધ થયો છે. કોર્ટની સંવેદનશીલતા, જયને તાત્કાલિક સિવિલમાં તમામ સારવાર પૂરી પાડવા આદેશ છે. પુત્રને લાચારીભરી અવસ્થામાં જોઇ પરિવારજનો આઘાતમાં ગરકાવ થયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વિદેશથી ડ્રગ્સ મંગાવનારની મોડસઓપરેન્ડીનો પર્દાફાશ
ઇસ્કોન બ્રિજકાંડમાં નવ લોકોને ઉડાવી મોતને ઘાટ ઉતાર્યા હતા
ઇસ્કોન બ્રિજકાંડમાં નવ લોકોને ઉડાવી મોતને ઘાટ ઉતારવાના કેસમાં તથ્ય પટેલની ડિસ્ચાર્જ અરજીનો આજે રાજ્ય સરકાર તરફ્થી જોરદાર વિરોધ કરાયો હતો. કેસની સુનાવણી દરમ્યાન સરકાર પક્ષે કોર્ટના ધ્યાન પર મુક્યું હતું કે, તથ્યે સર્જેલા અકસ્માતમાં દસથી વધુ લોકો ઘાયલ થયા હતા, તેમાંથી ઘાયલ જય ચૌહાણ નામનો યુવક રૂ.28 લાખ જેટલી રકમ ખર્ચ્યા બાદ પણ હજુ સાજો થયો નથી. તે હજુ કોમામાં અને બેભાન અવસ્થામાં છે.
આ પણ વાંચો: અમદાવાદ: બાળકોને કફ સિરપ આપતા હોય તો ચેતી જજો, દવા કંપનીની બેદરકારી સામે આવી
જય ચૌહાણની સારવાર પાછળ રૂ.28 લાખ જેટલી માતબર રકમનો ખર્ચ થયો
તથ્ય પટેલની ડિસ્ચાર્જ અરજીનો વિરોધ કરતી દલીલોની સાથે સાથે રાજય સરકાર તરફ્થી મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ બહુ સંવેદનશીલ મુદ્દો પણ કોર્ટના ધ્યાન પર મૂકયો હતો કે, તથ્યે સર્જેલા અકસ્માતમાં જે ઇજાગ્રસ્તો થયા હતા, તે પૈકીના જય ભાઇલાલભાઇ ચૌહાણ નામનો 21 વર્ષીય યુવક પણ બહુ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી પરંતુ તાજેતરમાં જ સારવારના ખર્ચને પહોંચી શકે તેમ નહીં હોવાથી પરિવારજનો ઘરે લઇ ગયા હતા. આઘાતજનક વાત તો એ છે કે, જય ચૌહાણની સારવાર પાછળ રૂ.28 લાખ જેટલી માતબર રકમનો ખર્ચ થયો છે અને છતાં હજુ તેને સારું થયું નથી. તે હજુ કોમામાં છે. તેના પિતાએ પોલીસ સમક્ષ નોંધાવેલા નિવેદનમાં જણાવ્યું છે કે, તેમની પાસે હવે તેમના પુત્રની સારવાર કરાવવાના પૈસા નથી. પુત્રને ઘેર જ લાચારીભરી અવસ્થામાં જોઇ પરિવારજનો પણ આઘાતમાં ગરકાવ છે.