ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓના પરિવારને આર્થિક સહાય મળશે

  • કોવિડ-19નો પહેલો કેસ વર્ષ 2020ની 18-19 માર્ચે રાજકોટ અને સુરતમાં નોંધાયો
  • 1.08 લાખથી વધુ નાગરિકોના આશ્રિતોને આર્થિક સહાય આપી
  • આશ્રિતોને 50 હજાર લેખે રૂપિયા 540 કરોડ આસપાસ સહાય ચુકવાઈ

વિશ્વ આરોગ્ય સંસ્થા- WHOએ ભલે કોવિડ- 19 એ હવે વૈશ્વિક મહામારી નથી એમ જાહેર કર્યુ હોય પરંતુ વર્ષ 2021માં ભારતની સુપ્રીમ કોર્ટે કરેલા આદેશ મુજબ ગુજરાતમાં કોરોનાથી થતા મૃત્યુના કિસ્સામાં રૂપિયા 50 હજારની આર્થિક સહાય ચાલુ રહેશે.

આ પણ વાંચો: રાજ્યમાં 8.64 લાખથી વધુ ઉમેદવારો તલાટીની પરીક્ષા આપશે

1.08 લાખથી વધુ નાગરિકોના આશ્રિતોને આર્થિક સહાય આપી

રાજ્યના મહેસૂલ વિભાગના તાબા હેઠળના રાહત અને આપત્તિ વ્યવસ્થાપન પ્રભાગે મહામારીના ત્રણ વર્ષમાં કોરોનાથી મૃત્યુ પામેલા 1.08 લાખથી વધુ નાગરિકોના આશ્રિતોને આ રીતે આર્થિક સહાય આપી છે.

કોવિડ- 19નો પહેલો કેસ વર્ષ 2020ની 18- 19 માર્ચે રાજકોટ અને સુરતમાં નોંધાયો

ગુજરાતમાં કોવિડ- 19નો પહેલો કેસ વર્ષ 2020ની 18- 19 માર્ચે રાજકોટ અને સુરતમાં નોંધાયો હતો અને પહેલુ મૃત્યુ સુરતમાં થયુ હતુ. ત્યારથી લઈને અત્યાર સુધીના ત્રણ વર્ષ અને 45 દિવસ દરમિયાન કોવિડ-19થી થયેલા મૃત્યુના કેસમાં સુપ્રીમના આદેશથી મળતી રૂપિયા 50 હજારની સહાય મેળવવા 1.32 લાખથી વધુ દાવાઓ કલેક્ટરો સમક્ષ આવ્યા હતા. જેમાંથી 1.08 લાખથી વધુ દાવાઓમાં તેમના આશ્રિતોને 50 હજાર લેખે રૂપિયા 540 કરોડ આસપાસ સહાય ચુકવાઈ છે. અલબત્ત સરકારનું ઓનલાઈન કોવિડ- 19 પોર્ટલ અને દૈનિક અખબારી યાદી ગુજરાતમાં કોરોનાથી સત્તાવાર મૃતકોની સંખ્યા 11,072 જ દર્શાવે છે !

20 હજાર દાવાઓ ના-મંજૂર કરવામાં આવ્યા છે

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાત સરકારે નવેમ્બર- 2021થી કોરોના મૃત્યુ સહાય આપવા પ્રક્રિયાનો આરંભ કર્યો હતો. બે દિવસ પહેલા કોવિડ- 19ને મહામારી તરીકે મુક્ત કર્યા સંદર્ભે WHOની જાહેરાત અંગે સિનિયર અધિકારીએ કહ્યુ કે, સુપ્રીમના આદેશ બાદ ભારત સરકારના ગૃહ મંત્રાલયે જે નિર્દેશો આપ્યા હતા તેમાં કોરોનાથી મૃત્યુ પછીના 90 દિવસની અંદર અરજી કરવાની રહે છે તેમ કહેવાયુ હતુ. આથી, જ્યાં સુધી નવો આદેશ ન આવે ત્યાં સુધી આ સહાય યથાવત રહેશે. અલબત્ત હવે કોવિડ-19થી મૃત્યુ અને તેના આધારે સહાયના દાવાનું પણ નહિવત્ છે. કુલ 1.32 લાખ દાવામાંથી જેમાં અધૂરી માહિતી અથવા તો કોરોનાથી મૃત્યુનું કારણ સ્પષ્ટ ન હોય તેવા 20 હજાર દાવાઓ ના-મંજૂર કરવામાં આવ્યા છે.

Back to top button