બનાસકાંઠા : લીઝ બંધ રહેતા લીઝ ધારકો, ડમ્પર ચાલકોના પરિવારો રઝળી પડ્યા,તંત્ર ખો આપી રહ્યા હોવાના આક્ષેપ
- ડીસાના લીઝધારકો હજુ પણ પરેશાન
બનાસકાંઠા 27 જુલાઈ 2024 : ડીસા વિસ્તાર માં બનાસનદી માં આવેલ લીઝો માંથી નીકળતા માર્ગો પર જાહેરનામુ બહારપાડી રસ્તાઓ બંધ કરાવી દેતા લીઝ ધારકો છેલ્લા એક મહિનાથી પરેશાન રહ્યા છે. વૈકલ્પિક રસ્તા વગર પડાયેલા જાહેરનામા બાદ લીઝ ધારકોને ખાતરી આપ્યા બાદ પણ તંત્ર ખો રમાડી રહ્યું હોવાના આક્ષેપ લીઝ ધારકો કરી રહ્યા છે.
ડીસા ના રાણપુર, ભડથ અને સદરપુર રોડ પર તારીખ 3 જુલાઈ ના રોજ માત્ર રેતી વહન કરતા વાહનોને અવરજવર માટે પ્રતિબંધ કરતું એક તરફી જાહેરનામું પ્રસિદ્ધ કરવામા આવ્યું હતું. જોકે જિલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેરનામા નું પાલન કરી ત્રણ રોડ પરની લીઝો બંધ કરી દેવાની ફરજ પડતા સરકાર ને રોજે લાખોની રોયલ્ટી આવક નું નુકસાન થવા પામી રહ્યું છે. સાથે લીઝ ધારકો ને પોતાના વાહનો,મશીનો, તેમજ નોકરી કરતો સ્ટાફ અને લીઝ ધારકો ના પરિવારો ની તેમજ રેતી વહન કરતા વાહન ચાલકોના પરિવારોની સ્થિતિ દિવસે ને દિવસે બગડી રહીં છે જેથી લીઝ ધારકો ડીસા ના ધારાસભ્ય પ્રવીણ માળી, નાયબ કલેકટર, મામલતદાર ડીસા રૂરલ પીઆઇ ને વારાફરતી રૂબરૂ મળ્યા હતા અને નદીની ભેખડે ભેખાડે રસ્તો બનાવવો શક્ય ન હોવાનું જણાવી હાલ પૂરતા ખનીજના વાહનો આ ત્રણેય રસ્તા પર ચાલવા દેવા રજૂઆત કરી હતી.
જેથી તમામે લીજ ધારકોને નિયમ અનુસાર ચાલવા તેમજ રોયલ્ટી સાથે અને અન્ડર લોડ વાહનો ચલાવવા મૌખિક મંજૂરી આપી હતી. જેથી લીઝધારકોએ પણ તેઓને નિયમ અનુસાર ચાલવા ની ખાતરી આપી હતી. જોકે તેમ છતાં તંત્ર દ્વારા કન્નડગઢ ચાલુ રહેતા લીઝધારકો પરેશાન થઈ ઉઠ્યા છે.
વારંવાર રજુવાત કરવા છતાં નિર્ણય ન આવતા શનિવાર લીઝધારકો ની બેઠક મળી હતી જેમાં લીઝ ધારકો એ જણાવ્યું હતું કે અમારી મશીનરી અને વાહનો ના હપ્તા ચડી રહ્યા છે, ડ્રાંઇવરો ના પરિવારો ની સ્થિતિ દયનિય બની રહીં છે સાથે સરકાર ને પણ મોટુ નુકસાન થઈ રહ્યું છે. ત્યારે ધારાસભ્ય સહિત તંત્રના અધિકારીઓ આ બાબતે યોગ્ય નિર્ણય લેતા ન હોવાથી છૂટકે મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરવી પડશે. અમે અમારા પરિવારો સાથે રોજીરોટી માટે માંગણી ને લઈ ઘરણા કરવા પડશે તો તે પણ કરીશુ. લીઝ ધારકોએ જણાવ્યું હતું કે લીઝ જયારે પણ સરકારે ફાળવી છે રસ્તાઓને ધ્યાને લઈને ફાળવી છે અને હાલ નવા બ્લોક પણ રાણપુર, ભડથ, છત્રાલા, સદરપુર, બોડાલ, લુણપુર માં પડી રહ્યા છે જૅ પણ રસ્તાઓ ને ધ્યાને લઈને પડી રહ્યા છે જેથી આં માર્ગો પર ચાલવું અમારો અધિકાર છે.
જોકે શનિવાર એ મળેલ મિટિંગ માં મુખ્યમંત્રી સમક્ષ રજુવાત કરવા,પરિવારો સાથે રોજીરોટી માટે ઘરણા કરવા અને જરૂર પડે જિલ્લા ની તમામ લીઝો બંધ રાખી ભુસ્તર વિભાગ પાસે યોગ્ય નિર્ણય ની માંગ કરવા સહિતના મુદ્દાઓ ને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો : સુરતમાં બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવે તે પહેલાં જ પોલીસે મહિલાને બચાવી લીધી