ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

દેશનું અર્થતંત્ર ધીમું પડ્યું હોવાની બાબત ગંભીર છેઃ જાણો કોણે આપી ચેતવણી?

નવી દિલ્હી, 21 ડિસેમ્બર, 2024: દેશનું અર્થતંત્ર ધીમું પડ્યું છે અને આ બાબત ગંભીર છે. આ સંજોગોમાં રિઝર્વ બેંકની પૉલિસીમાં તત્કાળ ધ્યાન આપવું જરૂરીર છે તેમ મોનેટરી પૉલિસી કમિટી (એમપીસી)ના સભ્ય નાગેશ કુમારે જણાવ્યું છે.

ભારતીય રિઝર્વ બેંકની ડિસેમ્બરમાં મળેલી પૉલિસી અંગેની બેઠકમાં 25 બેઝિસ પૉઈન્ટનો કાપ મૂકવાની દરખાસ્ત કરનાર નાગેશ કુમારે કહ્યું હતું કે, દેશ બેવડા પડકારનો સામનો કરવાના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તેમના મતે વિકાસદર ધીમો પડ્યો છે અને સામે ફૂગાવો વધી રહ્યો છે. નાગેશ કુમારે કહ્યું હતું કે, અર્થતંત્ર ધીમું પડ્યું છે એ ગંભીર ચિંતાનો વિષય છે અને એ અંગે પૉલિસીમાં ફેરફાર વિશે વિચારવું જોઇએ.

રિઝર્વ બેંકની છેલ્લે મળેલી બેઠકની મિનટ્સ જાહેર થઈ છે અને તે મુજબ કુમારે એ બેઠકમાં ભારપૂર્વક કહ્યું હતું કે આર્થિક સમીક્ષા પંચની ઑક્ટોબર 2024માં મળેલી બેઠક બાદ આર્થિક સ્થિતિ કથળી રહી છે. એ બેઠકમાં કુમારે ધ્યાન દોર્યું હતું કે ભારતના આર્થિક વિકાસદરમાં ભારે ઘટાડો થયો છે. 2024-25ના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી દર ઘટીને 5.4 ટકા થયો હતો, જે આ જ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના 6.7 ટકા કરતાં ઓછો હતો. એટલું જ નહીં પરંતુ 2023-24ના આ જ ગાળાના 8.2 ટકાના જીડીપીની સરખામણીમાં ચિંતાજનક રીતે ઘટાડો નોંધાયો છે.

તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે આ ઘટાડો ધાર્યા કરતાં ઘણો વધારે છે અને તેને પરિણામે ચાલુ વર્ષે જીડીપી દરમાં ઘટાડો નોંધાયો છે. આ સંદર્ભમાં રિઝર્વ બેંકે 25 બેઝિસ પૉઈન્ટનો ઘટાડો કરવો જોઈએ જેથી આર્થિક વિકાસને પુનઃજીવિત કરી શકાય. તેમના મતે જો આવું કરવામાં નહીં આવે તો ફૂગાવો વધશે. તેમણે કહ્યું હતું કે, આ ઘટાડો કરવાથી ફૂગાવાની સ્થિતિમાં રાહત મળશે અને ભાવો કાબુમાં રહેવાથી જરૂરી નીતિ વિષયક પગલાં લઈ શકાશે.

તેમણે કહ્યું હતું કે, દરમાં કાપ મૂકવાથી ફૂગાવાની સ્થિતિ કથળ્યા વિના વિકાસદરને પુનઃજીવિત કરી શકાશે. તેનાથી ભાવોમાં સંતુલન આવશે. આથી હું રેપો રેટમાં 25 બેઝિસ પૉઈન્ટ ઘટાડવાની તરફેણ કરું છું.

કુમારે ઉપાડેલા આ મુદ્દાની અસર હવે રિઝર્વ બેંકની એમપીસીની આગામી 5થી 7 ફેબ્રુઆરી દરમિયાન શું અસર થાય છે તેના ઉપર આર્થિક નિષ્ણાતોની નજર છે.

આ પણ વાંચોઃ વધુ એક ગુજરાતી કંપનીનો આવશે IPO, સેબીમાં જમા કરાવ્યો ડ્રાફ્ટ

આ પણ વાંચોઃ ખેડૂતો માટે કામના સમાચાર, 2025 સીઝન માટે કોપરાના ન્યૂનતમ ટેકાના ભાવ થયા જાહેર

Look Back 2024 શ્રેણીના તમામ માહિતી સભર સમાચાર વાંચવા આ લિંક ઉપર ક્લિક કરો >>>

https://www.humdekhenge.in/lookback-2024/

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button