અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

તથ્યએ બ્રેક જ ના મારી, છતાં ગાડી રોકાઈ ગઈ! જાણો કેવી રીતે

Text To Speech

ઈસ્કોન બ્રિજ અકસ્માત: અમદાવાદમાં 19મીના મોડી રાત્રે ઈસ્કોન બ્રિજ પર થયેલો ગોઝારા અકસ્માતમાં નબીરા તથ્ય પટેલે પોતાની જેગુઆર કારથી અનેક લોકોને હવામાં ઉછાળ્યા હતા અને 9 લોકોના કરુણ મોત નિપજ્યા હતા. આ અકસ્માતની ઘટના અંગે જેગુઆર કંપનીએ રિપોર્ટમાં મોટો ખુલાસો કર્યો છે. તમે જાણીને દંગ રહી જશો.

19મીની મોડી રાત્રે ઈસ્કોન બ્રિજ પર જે થાર ગાડી અને ટ્રકનો અકસ્માત થયો હતો તે જોવા અને તપાસ માટે ભેગા થયેલા લોકોના ટોળાને જે નબીરા તથ્ય પટેલએ ટક્કર મારીને હવામાં ફગોડ્યા હતા અને 9 લોકોનો જીવ લીધો હતો ત્યારે જેગુઆર કંપનીના રિપોર્ટ પ્રમાણે તથ્યએ ટોળાને જોઈને બ્રેક મારવાને બદલે માત્ર એક્સિલેટર પરથી પગ જ હટાવ્યો હતો.

આ પણ વાંચો: કારગિલ વિજય દિવસ :અક્ષય કુમારે કારગીલના શહીદોને આપી શ્રદ્ધાંજલિ

તથ્ય જ્યારે બ્રિજ ચડી રહ્યો હતો ત્યારે તેની ગાડીની સ્પીડ 150 કિલોમીટર પ્રતિ કલાક હતી. જ્યારે તથ્યએ બ્રિજ પર ટોળાને જોયુ તો બ્રેક મારવાને બદલે માત્ર તેને એક્સિલેટર પરથી પગ હટાવ્યો હતો. જ્યારે લોકોને હવામાં ફંગોળ્યો ત્યારે તથ્યની જેગુઆરની સ્પીડ 141.27ની હતી. તેણે 0.5 સેકન્ડમાં 15થી વધુ લોકોને હવામાં ફંગોળ્યા હતા.

ગાડી બ્રેક માર્યા વગર રોકાઈ ગઈ!

બ્રીજ પર લોકને ટક્કર મારતી જગુઆર કારના જ્યારે કાચ ફૂટ્યા તો સેન્સર એક્ટિવ થઈ ગયા હતા અને ત્યારબાદ 300 ફૂટ દૂર જઈને આ જેગુઆર કાર લોક થઈ ગઈ હતી. કાર લોક થઈ ત્યારે તેની ઝડપ 108 કિમી પ્રતિ કલાકની હતી. તથ્ય સાથે ગાડીમાં જે મિત્રો હતા તેમણે પણ તથ્યેએ ગુનાઈત બેદરકારી દાખવી હતી તેવું જણાવ્યું છે. લોકોને અથડાયા પછી જેગુઆર કાર 300 ફૂટ દૂર જઈને 108ની સ્પીડે લોક થઈને ઊભી રહી ગઈ હતી. આ ઉપરાંત એવું પણ સામે આવ્યું છે કે જેગુઆરમાં થયેલું નુકસાન માત્ર માનવબોડી સાથે ભટકાવવાથી થયાનું રિપોર્ટમાં સાબિત થયું છે. જેગુઆર કંપનીનો રિપોર્ટ અને એફએસએલનો રિપોર્ટ સમાન હોવાનું સામે પણ આવ્યું છે.

આ પણ વાંચો: PM મોદીએ 5 વર્ષ પહેલા કરેલી ભવિષ્યવાણીનો વીડિયો થયો વાયરલ; સાંભળો શું કહ્યું

Back to top button