ઈસ્કોન બ્રીજ પર અકસ્માત સર્જનાર તથ્યએ સાચું કબુલ્યું, કહ્યું – “હા ગાડીની સ્પીડ 120 હતી”, જાણો બીજુ શું કહ્યું ?
અમદાવાદના ઈસ્કોન બ્રીજ પર બુધવારની મધ્યરાત્રિએ શહેરના સૌથી મોટો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અત્યારસુધી 10 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોની હાલ સારવાર ચાલી રહી છે. ઘટના બાદ લોકોએ જેગુઆર કારચાલક તથ્ય પટેલને ધોઇ નાખ્યો હતો. ત્યારે તથ્ય પટેલના વધુ વીડિયો સામે આવ્યા છે. જેમાં તથ્ય ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસવેનમાં ચડવાનાં પગથિયાં પર બેસેલો જોવા મળે છે. આ વિડીયોમાં તથ્ય ગાડીની સ્પીડ વધારે હોવાનું કબૂલતો જોવા મળી રહ્યો છે. જ્યારે અન્ય એક વિડીયોમાં તથ્ય જોરજોરથી કારમાં ગીતો વગાડીને ડાન્સ કરતા કરતા ગાડી ચલાવતો જોવા મળી રહ્યો છે.આ વીડિયો સામે આવ્યા બાદ ગમખ્વાર અકસ્માતની ગંભીરતા જાણી શકાય છે.
અરે મારા ભાઈ મને સાચે ન દેખાયું, નહિંતર બ્રેક ન મારું – તથ્ય
મહત્વનું છે કે,અકસ્માત થયા બાદ અકસ્માતના કેટલાક વીડિયો સામે આવ્યા હતા જે લોકોને ફંગોળે છે તે દેખાય છે. ત્યારે આ અકસ્માતને લઈ તથ્ય પટેલનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. જેમાં કેટલાક લોકો તથ્યને ગાડીની સ્પીડ અંગે પૂછે છે કે, સાચું બોલ કાર સ્પીડમાં હતી કે નહિં. જેના જવાબમાં તથ્ય બોલે છે કે, હા 120 પર હતી. જે બાદ એક વ્યક્તિ બોલે છે કે, લો બોલો, જે બાદ તથ્ય બોલે છે કે અરે મારા ભાઈ મને સાચે ન દેખાયું, નહિંતર બ્રેક ન મારું.
તથ્યએ કબૂલ્યું ગાડીની સ્પીડ 120 હતી#iskconbridgeaccident #tathyapatel #confession #cardriving #viralvideos #gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/KjZTIg7Qo5
— Hum Dekhenge News (@humdekhengenews) July 21, 2023
તથ્યાના ચહેરા પર જરા પણ અફસોસ નહિ
આ વીડિયો સામે આવ્યા બાદ ગમખ્વાર અકસ્માતની ગંભીરતા જાણી શકાય છે. ઘટનાની ગંભીરતાને જોતા આ વીડિયોની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતનો આરોપી તથ્ય પટેલ બેશરમની જેમ બિન્દાસ પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો. તેના ચહેરા પર જરા પણ અફસોસ ન હતો. બાપ-દીકરો બંને એક જ જગ્યાએ હાજર હતા. બંને ગુનેગાર જેવી માનસિકતા ધરાવતા હતા. જેથી આ મામલે પોલીસે તથ્ય પટેલ સહિત બે યુવક અને ત્રણ યુવતીઓ અને તેના પિતા સહિત 6 લોકોની ધરપકડ કરી છે. જે બાદ ગઈકાલે મોડી સાંજે તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ઘટનાસ્થળ ઇસ્કોન બ્રિજ હોવાથી એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. ઉચ્ચ પોલિસ અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપીના ચહેરાના હાવભાવ અને બોલી પરથી લાગતું નથી કે, તેને ઘટનાનો અફસોસ હોય. તેને 9 લોકોના મરવાનો અફસોસ લાગતો નથી. જરૂર પડ્યે ઘટના સમયે આરોપીની કારમાં હાજર તેના સાથીઓને સાક્ષી બનાવાશે.
આ પણ વાંચો : ઈસ્કોન બ્રિજ અકસ્માત: ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ AMC સફાળું જાગ્યું, શહેરના 84 બ્રિજ પર CCTV લગાડવાની કરી જાહેરાત