મહિલા બોસે તગડું બોનસ ડિકલેર કરતા કર્મચારીઓની આંખો પહોળી થઇ ગઇ


એક મહિલા બોસે પોતાના કર્મચારીઓને તગડુ બોનસ ડિક્લેર કરીને ચોંકાવી દીધા છે. ક્રિસમસના અવસરે મહિલા બોસે પોતાના 10 કર્મચારીઓને 80-80 લાખ રૂપિયાનું બોનસ આપ્યુ છે. બોસની આ દરિયાદિલીની ચારે બાજુ ચર્ચાઓ થઇ રહી છે.
મહિલા બોસનું નામ ગિના રાઇનહાર્ટ છે. ઓસ્ટ્રેલિયાઇ અબજપતિ રાઇનહાર્ટ Hancock Prospecting નામની માઇનિંગ અને એગ્રીકલ્ચર કંપનીની કાર્યકારી અધ્યક્ષ છે. આ કંપનીની તેમના પિતાએ સ્થાપના કરી હતી. એક રિપોર્ટ મુજબ રાઇનહાર્ટ 34 બિલિયન ડોલરની સંપતિ સાથે ઓસ્ટ્રેલિયાની સૌથી ધનવાન વ્યક્તિ છે. ગીના રાઇનહાર્ટે તાજેતરમાં પોતાની એક કંપનીના 10 કર્મચારીઓને અચાનક બોનસ આપવાની જાહેરાત કરી. તેમણે દરેક કર્મચારીને 80-80 લાખ રૂપિયા બોનસ તરીકે આપ્યા છે. તેમણે આને ક્રિસમસ બોનસ ગણાવ્યુ છે.
કર્મચારીઓ હેરાન રહી ગયા
આ પહેલા રાઇનહાર્ટે પોતાના કર્મચારીઓને કહ્યુ કે એક મહત્ત્વની જાહેરાત માટે તૈયાર રહો, પરંતુ ત્યારે બોનસ કે કોઇ અન્ય પ્રકારની જાહેરાત કરાઇ ન હતી. તેમણે જ્યારે આટલી મોટી રકમ બોનસ રૂપે આપવાની જાહેરાત કરી ત્યારે કર્મચારીઓ હેરાન રહી ગયા. રાઇનહાર્ટે કંપનીની મીટિંગમાં 10 કર્મચારીઓના નામ જાહેર કર્યા અને 1 લાખ ડોલર લગભગ 82 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી. આ સાંભળીને કર્મચારીઓ હેરાન રહી ગયા હતા.
આ પણ વાંચોઃ ફાસ્ટેગ ટોલ વસૂલાતની સિસ્ટમને ખતમ કરવા જઈ રહ્યું છે, જામથી મળશે છુટકારો