ગુજરાત

સરદાર પટેલ યુનિવર્સિટીમાં એક્સ્ટર્નલ પરીક્ષા આગામી મે મહિનામાં યોજાશે

Text To Speech

સરદાર પટેલ યુનિવર્સિટીમાં એક્સ્ટર્નલ પરીક્ષા આગામી મે મહિનામાં યોજાશે. જેમાં પરીક્ષાનું ટાઈમ ટેબલ ટૂંક સમયમાં જાહેર કરાશે. સરદાર પટેલ યુનિવર્સિટીમાં એક્ષટર્નલ પરીક્ષાઓ લેવામાં આવનાર છે. તેમાં યુ.જી. અને પી.જી.ની એક્ષટર્નલ પરીક્ષાઓ લેવાશે.

આ પણ વાંચો: નડિયાદ: બીજીવાર વીજ ચોરીમાં પકડાતા યુવાનને રૂ.99.51 લાખનો દંડ

પરીક્ષાનો કાર્યક્રમ નક્કી થયા બાદ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે

આગામી ટૂંક સમયમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં એક્ષટર્નલ પરીક્ષાઓ લેવામાં આવનાર છે. ત્યારે આગામી મે-2023માં યુ.જી. અને પી.જી.ની એક્ષટર્નલ પરીક્ષાઓ લેવાશે. સરદાર પટેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અને અગાઉ એ.ટી.કે.ટી. આવી હોય અથવા રિપીટર હોય તેવા વિદ્યાર્થીઓને એક્ષટર્નલ પરીક્ષા એપ્રિલ માસના પ્રથમ સપ્તાહથી શરૂ કરવામાં આવનાર છે. ટૂંક સમયમાં જ આ પરીક્ષાનો કાર્યક્રમ નક્કી થયા બાદ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદ નોકરી કરતો અડાલજનો યુવાન કોરોના સંક્રમિત, શહેરમાંથી ચેપ લાગ્યો 

દરેક પેપરમાં 3 કલાકનો સમય અપાશે

ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના રેગ્યુલર વિદ્યાર્થીઓની એક્ષટર્નલ પરીક્ષા અને વાઈવા એપ્રિલ – 2023ના છેલ્લા સપ્તાહ સુધી પૂર્ણ કરવાનું પણ આયોજન કરાઈ રહ્યું છે. પરીક્ષા વિભાગના નાયબ કુલસચિવે આજે જણાવ્યું હતું કે, એપ્રિલ માસના અંત સુધીમાં રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ કરાયા બાદ મે માસમાં અને શક્ય હોય ત્યાં સુધી મેના પ્રથમ સપ્તાહમાં પરીક્ષાઓ શરૂ કરવાનું આયોજન થઈ રહ્યું છે. એક્ષટર્નલ વિદ્યાર્થીઓમાં બી.એ., એમ.એ. તથા બી.કોમ અને એમ.કોમ. ફેકલ્ટીનો સમાવેશ થાય છે. કુલ 2,385 વિદ્યાર્થીઓની આ પરીક્ષા વિદ્યાનગર સ્થિત યુનિવર્સિટીખાતે લેવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરેક પેપરમાં 3 કલાકનો સમય અપાશે. આગામી ટૂંક સમયમાં એક્ષટર્નલ પરીક્ષાનું ટાઈમ ટેબલ તૈયાર કરાયા બાદ તેની જાહેરાત કરદવામાં આવશે.

Back to top button