જૂનાગઢ ગેસની લાઈનમાં વિસ્ફોટ થતા દોઢ કિલોમીટર સુધી મકાનો ધ્રુજી ઉઠ્યા
- વિસ્ફોટથી ઘરના બારીના કાચ અને બાથરૂમનો દરવાજો પણ તૂટી ગયો
- સાંજે દિવાબતી કરતા એક ઘરમાં ફેલાયેલ ગેસથી આગ પ્રસરી
- મકાનની તમામ ઘર-વખરી સળગીને ખાક થઇ
જૂનાગઢના ખામધ્રોળ રોડ હેમાવન સોસાયટીમાં રહેતા ભીમજીભાઈ મુળુભાઈ ડાંગરના ઘરની બહાર ગેસની પાઈપ લાઈનમાં અચાનક પ્રચંડ વિસ્ફોટ સાથે મોટો ધડાકો થયો હતો, જેની અસર અસરે દોઢેક કિલોમીટર સુધી અનુભવાતા લોકો ધરતીકંપ થયો હોવાનું માનીને ઘરની બહાર દોડી આવ્યા હતા.
વિસ્ફોટથી ઘરના બારીના કાચ અને બાથરૂમનો દરવાજો પણ તૂટી ગયો
ભીમજીભાઈએ જણાવ્યું કે, તેમના ઘરમાં બે દિવસથી ગેસની સ્મેલ આવતી હતી, પરંતુ ગટરની સ્મેલ હોવાનું માનીને તપાસ નહોતી કરી, પરંતુ સાંજે તેમના ઘરમાં દીવાબતી કર્યા તેને લઈને અચાનક તેમના ઘરમાં આગળ પ્રસરી અને ઘરની બહાર ગેસની લાઈનમાં વિસ્ફોટ થયો હતો, અને આગ ફેલાઈ હતી. જેમાં તેમના ઘરના ઉપરના માળે રૂમમાં આગ લાગતા ગાદલા, પલંગ, કબાટમાં રહેલા કપડા, બારીના પડદા સળગી ગયા હતાં. જયારે વિસ્ફોટથી ઘરના બારીના કાચ અને બાથરૂમનો દરવાજો પણ તૂટી ગયો હતો.
આવી ઘટના બીજી ના બને તેવું લોકો ઈચ્છી રહ્યા છે
ઘટનાને પગલે હેમાવન સોસાયટી અને તેની આસપાસના રહીશો એકત્ર થયા હતા, અને લોકોએ પાણી રેડીને આગને કાબુમાં લીધી હતી. અંદર રૂમમાં જોયું તો તમામ ઘરવખરી સળગી ઉઠી હતી. આસપાસનો વિસ્તાર એકદમ ફફડી ઉઠતા લોકોના ટોળા એકત્ર થતા ટોરેન્ટ ગેસ એજન્સીને જાણ કરતા તેમનો સ્ટાફ આવીને જોઇને જતો રહ્યો હતો. જેને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. આ ઘટના અંગે જવાબદાર કોણ અને વળતર માટે અને આવી ઘટના બીજી ના બને તેવું લોકો ઈચ્છી રહ્યા છે.
આવી ઘટના પહેલીવાર બની છે
કલાકો બાદ ટોરેન્ટ ગેસ એજન્સીના અધિકારી સ્થળ પર આવ્યા અને કહ્યું કે, તેમના સ્ટાફ દ્વારા ગેસ લીકેજ બંધ કરી દેવામાં આવ્યો છે, અને આ ઘટના કેવી રીતે શા કારણે બની તેની તપાસ કરી રહ્યા છે. આવી ઘટના પહેલીવાર બની છે.