બોટાદ જિલ્લા પોલીસનું સરહાનીય કામ, નિરાધર થયેલા બાળકોને ભણાવવા માટે કરશે આ કામ
ગુજરાતમાં લઠ્ઠાકાંડ વચ્ચે બોટાદ જિલ્લા પોલીસની પર રાજ્ય સરકાર દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. ત્યારે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા માનવતા મહેકી ઊઠી છે. રાણપુર તાલુકાના દેવગણા ગામે એક મરનારના નિરાધાર થઈ ગયેલાં ચાર બાળકોની જવાબદારી બોટાદ જિલ્લા પોલીસે ઉઠાવીને તેમને ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કરાવશે જેથી મોટા થઈને આ બાળકોએ મજૂરી ન કરવી પડે. ગામનાં ચાર બાળકોના માથેથી પિતાનું છત્ર જતું રહ્યું ત્યાં પોલીસ છત્ર બનીને આવી પહોંચતાં બાળકોનું ભવિષ્ય ઉજ્જ્વળ બને એવું જણાઈ રહ્યું છે.
દેવગણા ગામે ગઈ કાલે તપાસ–કાર્યવાહી માટે પોલીસ પહોંચી હતી. આ ગામના કાળુ ઉર્ફે કાના ચેખલિયાનું મૃત્યુ પીધા પછી થતાં તેમનાં ચાર બાળકોને માથેથી પિતાનું છત્ર જતું રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ બાળકોની માતા પણ જતી રહી હોવાથી બાળકો અનાથ બની ગયાં હોવાની જાણ થતાં બોટાદના જિલ્લા પોલીસ દ્વારા ચાર બાળકોની જવાબદારી ઉઠાવી તેમને કોલેજ સુધીનું શિક્ષણ મળે એવા અભિગમ સાથેનો વિચાર આવતાં બોટાદ જિલ્લા પોલીસે આ ચારેય બાળકોની જવાબદારી ઉઠાવી લેવાનો માનવતાભર્યો સરાહનીય નિર્ણય કર્યો હતો.
બોટાદ જિલ્લા પોલીસની ઓથ@CMOGuj @sanghaviharsh @dgpgujarat @IGP_BHR_RANGE @SPBhavnagar @SP_Amreli @karanraj2312 pic.twitter.com/XljagdhzN1
— Botad District Police (@SP_Botad) July 27, 2022
આ અંગે બોટાદ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છેકે, અમને ખબર પડી કે ચાર બાળકો પૈકી બે બાળકો પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે જાય છે અને બે બાળકોનાં નર્સરીમાં એડ્મિશન બાકી છે. અમે એવું નક્કી કર્યું છે કે આ ચારેય બાળકો ઉચ્ચતર શિક્ષણ સુધી પહોંચે. તેમજ તેમનું ગ્રૅજ્યુએશન સુધીનો અભ્યાસ પૂર્ણ કરાવીશું. બાળકો સારું એજ્યુકેશન લઈને સરકારી નોકરીમાં જાય અને મજૂરી ન કરે એવો અભિગમ છે.
આ પણ વાંચો : દેશી દારૂની ભઠ્ઠી મામલે બોટાદ બાદ સુરત જિલ્લા પોલીસ સામે કડક કાર્યવાહી, PSI સહિત બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ
આ ઉપરાંત જિલ્લા પોલીસે જણાવ્યું કે, અમારો આશય છે કે બાળકો શિક્ષણ મેળવે એટલે બોટાદ જિલ્લા પોલીસ તરફથી ચારેય બાળકોને દત્તક લેવાની વાત કરી છે. તેમજ બીજા અધિકારી અને પોલીસ-કર્મચારીઓ બાળકોનું ધ્યાન રાખી શકે એટલે બોટાદ જિલ્લા પોલીસ ચારેય બાળકોની જવાબદારી સંભાળી લેશે. આ ચાર બાળકોને મરનારના મોટા ભાઈ અને તેમનાં વાઇફ સંભાળશે. તેઓ તેમની જવાબદારી સંભાળી રહ્યા છે.