ટોપ ન્યૂઝધર્મ

મંગળનો મીનમાંથી મેષ રાશિમાં પ્રવેશ, આ ચાર રાશિ માટે શુભ ફળદાયી બનશે

Text To Speech

ધાર્મિક ડેસ્ક: જ્યારે કોઈ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે, ત્યારે તે તમામ રાશિઓને અસર કરે છે. જૂન મહિનામાં ઘણા મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન થશે. જેમાંથી મંગળ મુખ્ય ગ્રહ છે. મંગળ મીનમાંથી 27 જૂને સવારે 5:39 કલાકે મેષ રાશિમાં પ્રવેશ કરશે. મંગળને સાહસ, શૌર્ય અને વેપારનો કારક માનવામાં આવે છે. મંગળના પરિવર્તનની અસરથી આ ચાર રાશિના જાતકોની આવકમાં વધારો થવાની સંભાવના છે.

મિથુન – મિથુન રાશિના જાતકો માટે મંગળનું ગોચર લાભદાયક રહેશે. આ દરમિયાન તમને કાર્યસ્થળ પર માન અને સન્માન મળશે. આવક વધવાની શક્યતા છે. કોઈપણ પ્રકારના દેવાથી બચવું જોઈએ. વાણી પર સંયમ રાખવાની જરૂર છે. ઈચ્છાઓ પૂર્ણ થશે.

સિંહ – સિંહ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે. રોકાણ માટે આ શ્રેષ્ઠ સમય છે. પારિવારિક જીવન સારું રહેશે. સુખ-શાંતિ રહેશે. તમારી આવકમાં વધારો થવાની પ્રબળ તકો રહેશે. મંગળના ગોચરથી તમારા વ્યવસાય અને કારકિર્દીમાં બધું સારું રહેશે.

મકર – મંગળ તમારી રાશિના ચોથા ભાવમાં ગોચર કરી રહ્યો છેઆને સુખનો ભાવ કહેવાય છે. આ સમય દરમિયાન તમને વાહન અથવા મકાન સુખ મળી શકે છે. મંગળના રાશિપરિવર્તન દરમિયાન તમને સારા સમાચાર મળી શકે છે.

મીન – મીન રાશિના લોકોની આવકમાં વધારો થશે. ધન મળવાની તકો રહેશે. ભાગ્યનો પૂરો સાથ મળશે. પ્રવાસના યોગ બની રહ્યા છે. આ સમયગાળા દરમિયાન તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે. વાહનના ઉપયોગમાં સાવધાની રાખો.

Back to top button