‘પ્રમુખસ્વામી નગર’ના પ્રવેશદ્વાર બન્યા આકર્ષણનું કેન્દ્ર, જાણો શું છે તેની ખાસિયતો

અમદાવાદમાં BAPS સંસ્થા દ્વારા પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગ રુપે ભવ્ય આયોજન કરવામા આવ્યું છે. જેમાં અમદાવાદમાં 600 એકર જમીનમાં ‘પ્રમુખ સ્વામી નગર‘ બનાવામાં આવ્યું છે. મહોત્સવનું સ્થળ અમદાવાદના રિંગ રોડ પણ ઓગણજ-ભાડજ પાસે છે. અહિ વિવિધ આકર્ષણના કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. જે જોતાજ સૌ કોઇનું મનમોહીલે તેવા છે. જેમાંનુ એક છે. અહીના ‘કલ્ચર ગેટ’.
આ પણ વાંચો :પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ : આજે ઉજવાશે સમરસતા દિન, જાણો શું હશે ખાસ
પ્રમુખ સ્વામી નગરમાં દરેક વસ્તું રાખવા પાછળનો કોઇને કોઇ ઉદ્દેશ્ય હોય છે. ત્યારે પ્રમુખ સ્વામી નગરમાં પ્રવેશતાજ સૌથી પહેલા જે નજરે પડે તે અહીના પ્રવેશ દ્વાર છે. આ પ્રવેશ દ્વારની પણ અનેક ખાસિયતો છે. જેને રાખવા પાછળનો ખાસ ઉદ્દેશ્ય છે. જાણો શું છે તેની ખાસિયતો.
આ પણ વાંચો :શતાબ્દી મહોત્સવમાં આજે છઠ્ઠા દિવસે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ ધર્મના આગેવાનોએ આપી હાજરી
આ પ્રવેશ દ્વારને સાંસ્કૃતિક દરવાજા નામ આપવામાં આવ્યું છે કેમકે તેનું કામ આપણા વર્ષો જૂની સંસ્કૃતિ પ્રમાણે બનાવામાં આવ્યા છે. અહી આવતા લોકોને દેશના કલ્ચરની એક ઝાંખીના દર્શન થાય છે.
આ પણ વાંચો :પ્રમુખસ્વામી નગરમાં આજે ‘સંવાદિતા દિન’ની ઉજવણી, જાણો શું છે ખાસ
અહી કુલ સાત મોટા સુશોભન પ્રવેશદ્વાર મુકવામાં આવ્યા છે. જે પ્રમુખ નગરના વિવિધ ઝોનમાં મુલાકાતીઓને આવકારી રહ્યા છે. અને સાથે જ આપણી સંસ્કૃતિનું માર્ગદર્શન પણ આપી રહ્યા છે.
આ પણ વાંચો :જાણો પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવના સંત દ્વારની ખાસિયતો
જો તેની ખાસિયતની વાત કરવામાં આવે તો, એસપી રિંગ રોડ પરથી દેખાતો મુખ્ય પ્રવેશ દ્વાર છે તેને સંત દ્વાર તરિકે ઓળખવામાં આવે છે. અને તે 380 ફૂટ લાંબો અને 51 ફૂટ ઊંચો છે. અને 28 ફૂટ પહોળો છે. આ દરવાજે મહાન ભારતીય ઋષિઓની મૂર્તિઓ રાખવામાં આવી છે.
આ પણ વાંચો :પ્રમુખસ્વામી જન્મશતાબ્દી મહોત્સવઃ રોજ વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ લે છે મુલાકાત, આજે આવશે આ મહાનુભવો
અન્ય છ દરવાજોમાંથી દરેક 116 ફૂટ લાંબો અને 38 ફૂટ ઊંચો છે અને પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્યમાંથી પ્રેરણાદાયી પ્રસંગોને દર્શાવે છે.
આ પણ વાંચો :પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના પાંચમા દિવસે ઉપસ્થિત રહ્યા પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, જાણો શું હતું આજે