ટ્રેન્ડિંગનેશનલ

બોરવેલમાં પડી ગયેલા છ વર્ષના મયંકને બચાવવા સમગ્ર તંત્ર કામે લાગ્યું

Text To Speech
  • મધ્યપ્રદેશના રીવા જિલ્લાના ગામમાં બાળક પડ્યો બોરવેલમાં
  • છ વર્ષના મયંકને બચાવવા રાતોરાત 60 ફૂટ ઊંડી બોરવેલ બનાવવામાં આવી
  • આઠ જેસીબી મશીન, ઓક્સિજન, કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી

રીવા (મધ્યપ્રદેશ), 13 એપ્રિલઃ મધ્યપ્રદેશના રીવામાં બોરવેલમાં પડી ગયેલા છ વર્ષના મયંકને બચાવવા માટે સમગ્ર તંત્ર કામે લાગ્યું છે. મયંકને બચાવવા માટે છેલ્લા 18 કલાકથી ઓપરેશન ચાલી રહ્યું છે. આ માટે બોરવેલની બાજુમાં 60 ફૂટ ઊંડી સુરંગ પણ ખોદી દેવામાં આવી છે. હવે મયંક સુધી પહોંચવા માટે જે બાકીનો ભાગ બચ્યો છે તેનું ખોદકામ એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો હાથેથી કરશે.

mayank - HDNews

રાજ્યના રીવા જિલ્લાના એક ગામે ગઈકાલે શુક્રવારે છ વર્ષનો મયંક રમતાં રમતાં બોરવેલમાં પડી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ તેને બચાવવા માટેનું ઓપરેશન વહીવટીતંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું હતું.

બચાવ અભિયાનનો વીડિયો જૂઓઃ

મયંકને બચાવવા માટેના ઓપરેશનમાં આઠ જેસીબી મશીન લગાવવામાં આવ્યા છે. બોરવેલની બાજુમાં સુરંગ બનાવવામાં આવી રહી છે જ્યાંથી કેમેરા દ્વારા બાળક ઉપર નજર રાખવામાં આવશે. એ ઉપરાંત આ સુરંગમાંથી જ ઓક્સિજન પણ મયંક સુધી પહોંચવાડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ સ્ટાર પ્રચારક કોણ હોય છે? ચૂંટણીમાં તેમનું શું મહત્ત્વ છે? જાણો વિગતે

Back to top button