ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાતના આ આદિવાસીના ઘરે ઉર્જા મંત્રીએ રૂબરુ જઇ લાઈટ પહોંચાડી, જાણો શું છે કારણ

Text To Speech

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આવતાની સાથે દરેક પક્ષ વાયદાઓ કરે છે. જેમાં સત્તા પક્ષ બાકી રહેલા કામો કરવામાં વ્યસ્થ થઇ જાય છે. તેવામાં આજે દિવાળીના દિવસે આદિવાસી પરિવારને સરકાર દ્વારા મોટી ભેટ મળી ગઈ છે. જેમાં ગુજરાત સરકારના ઉર્જા મંત્રી મુકેશ પટેલ બનાસકાંઠાના દાંતા તાલુકાની મુલાકાતે છે. ત્યારે મુકેશ પટેલે યુજીવીસીએલનાઅધિકારીઓની હાજરીમાં આદિવાસી પરિવારના ઘરે લાઈટ પહોંચાડતા સ્થાનિકોમાં અનોખી ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં ગ્રહણકાળ દરમિયાન એક માત્ર મંદિર દર્શન માટે ખુલ્લુ રહેશે, જાણો શું છે સમય

ઉર્જા મંત્રીએ પરિવારને દિવાળીની ખાસ ભેટ આપી

ઉલ્લેખનીય છે કે ઉર્જા મંત્રી મુકેશ પટેલ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં મુલાકાતે આવ્યા હતા. તેમણે આજે અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કર્યા હતા અને દર્શન કર્યા પછી તેઓ અંબાજી અને હડાદ ગામ વચ્ચે આવેલા પહાડી વિસ્તારનાં રાણપુર ગામમાં ભાજપના પેજ સમિતિના પ્રમુખના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે દિવાળીના દિવસે આજે યુજીવીસીએલના અધિકારીઓની હાજરીમાં આદિવાસી પરિવારને દિવાળીની ખાસ ભેટ આપી હતી.

આ પણ વાંચો: NRG મતબેંકનું ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જાણો કેટલું મહત્ત્વ

અધિકારીઓની હાજરીમાં ઘરે લાઈટ પહોંચાડી

દાંતા તાલુકાને કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે. તેવામાં ગુજરાત સરકારના ઉર્જા મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસે વર્ષોથી આ જાતિનો વોટ બેંક તરીકે જ ઉપયોગ કર્યો છે અને તેમના ઘરે આજ દિન સુધી કોઈ સુવિધાઓ પૂરી પાડી નથી. વળી નવરાત્રીમાં હું પેજ સમિતિના પ્રમુખના વિસ્તારમાં આવ્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે રમેશભાઈના ઘરે લાઈટ જ નહોતી, તેવી રજૂઆત તેમના દ્વારા મને કરવામાં આવી હતી. આજે મેં દિવાળીના દિવસે તેમના ઘરે આવીને જીઈબીના અધિકારીઓની હાજરીમાં તેમના ઘરે લાઈટ પહોંચાડી છે.

Back to top button