ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણની અટકળોનો અંત, જાણો શું છે સમગ્ર મામલો !

Text To Speech

ગત અઠવાડિયાના ગુરુવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અચાનક દિલ્હી ગયા હતા અને ત્યારબાદ હમણાં ભારત ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ નિહાળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા હતા. નરેન્દ્ર મોદી પોતાના નિર્ધારિત સમય કરતાં વધુ સમય રાજભવન ખાતે રોકાયા હતા અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સિ આર પાટિલ અને સંગઠન મહામંત્રી રત્નાકર સાથે સાવ કલાકથી વધુ સમય સુધી બેઠક કરી હતી.

આ પણ વાંચો : ગુજરાત એટીએસને મોટી સફળતા : નારાયણ સાંઈ સામે દુષ્કર્મ કેસના ફરિયાદી પર હુમલો કરનારની ધરપકડ
રાજભવનમાં બેઠક-humdekhengenews આ સમગ્ર ઘટનાક્રમ બાદ આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાત સરકારનું વિસ્તરણ અને બોર્ડ, નિગમો, આયોગ, મંડળીમાં રાજકીય નિયુક્તિના સંકેત સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ હયાત મંત્રીમંડળમાં અનેક માતૃઓ એવા છે કે પોતાના પર રહેલા ચાર-પાંચ વિભાગોનો ભાર સહન નથી થઈ રહ્યો, જેના લીધે જે લક્ષ્યાંક છે ત્યા સુધી પહોંચી શકતા નથી એવી વાત દિલ્હી સુધી પહોંચાડવામાં આવી છે. હવે આગામી સમયમાં ભૂપેન્દ્ર પટેલ સરકારનું વિસ્તરણ અને બોર્ડ નિગમમાં નવી નિયુક્તિઓ થાય તો નવાઈ નહિ.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદી રાજભવન પહોંચ્યા, મુખ્યમંત્રી અને સી આર પાટિલ પણ હાજર
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા સપ્તાહમાં ગુજરાત આવ્યા ત્યારે રાજભવન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે પણ લાંબો સમય બેઠક કરી હતી અને ત્યારબાદ સમગ્ર બેઠકો બાદ ગણગણાટ શરૂ થયો હતો ત્યારે હવે આગામી સમયમાં સરકારમાં નવા મંત્રીઓ જોવા મળે તો નવાઈ નહિ.

Back to top button