ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરત મનપાએ પ્રદૂષણ ઘટાડવા માટે અપનાવ્યો ગ્રીન આઈડિયા

Text To Speech

સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓએ સુરતને ઈલેક્ટ્રિક વ્હીકલ સિટી બનાવવામાં સહકાર આપવાનો સંકલ્પ વ્યક્ત છે. જે નિમીતે દિવાળીમાં સુરત મનપાના 149 કર્મચારીઓએ એક સાથે ઈલેક્ટ્રિક વાહનની ખરીદી કરીને દેશને પ્રદૂષણ મુક્ત કરવાનો સંદેશો આપ્યો છે.

દેશમાં દિવસેને દિવસે પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે ત્યારે દિલ્હી જેવા દેશોમાં આપણે સૌ જાણીએ છીએ કે પ્રદૂષણના કારણે કેવુ વાતાવરણ સર્જાય છે. ત્યારે પ્રદૂષણના કારણે ગુજરાતમાં પણ આવી સ્થિતી ઉભી ન થાય તેને લઈને ગવર્મેન્ટ ધ્વારા ઈલેક્ટ્રિક વાહનની ખરીદીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે.

149 કર્મચારીઓએ એક સાથે ઈલેક્ટ્રિક વાહનની ખરીદી કરી

ત્યારે પ્રદૂષણની અસર ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે મહાનગર પાલિકાએ ભારત સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી સુરત શહેર માટે અલગ “સુરત સિટી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 2021” થોડા સમય પહેલા જ અમલમાં મૂકી છે. જેમાં સુરત શહેરમાં ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ વધે તે માટે સુરત મહાનગરપાલિકા ધ્વારા આ પોલિસી જાહેર કરવામાં આવી હતી, જેનો સુરત નગરપાલિકાને ખુબ સારો સહકાર પણ મળી રહ્યો છે. જે પોલિસી અંતર્ગત જ સુરત મહાનગર પાલિકાના 149 ક્રમચારીઓ ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી કરી છે.

EVIHICAL- HUM DEKHENEGE NEWS
સુરત મનપાના 149 કર્મચારીઓએ ઈ-વિહીકલની ખરીદી

પ્રદુષણ ઘટાડવા શહેરીજનોને કરાઈ અપીલ :

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ સિટી ઈજનેર ખટવાણીએ તમામ નાગરિકોને દિવાળીના આ અવસર પર ઈલેક્ટ્રિક વાહનો ઉપયોગ કરી પ્રદૂષણ ધટાડવાના મદદ રુપ થવા અનુરોધ કર્યો છે તેમજ  ઈલેક્ટ્રિક વાહનોનો મહત્તમ ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે. તેમજ પીએમ મોદીના સંકલ્પને સાકાર કરવા માટે પણ ઈલેક્ટ્રિક વાહનોનો મહત્તમ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે સુરત ઈલેક્ટ્રિક વાહનો ખરીદવાની દિશામાં ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે. અને આ માટે સુરત મહાનગરપાલિકા પણ ખુબ પ્રયત્નશીલ રહી છે. તેમના દ્વારા આ ઇનીસેટીવ અપનાવવામાં આવ્યું છે કે જેના કારણે કોર્પોરેશનના કર્મચારીઓ પણ વધુને વધુ ઇલેક્ટ્રિક વાહનો ખરીદે.

ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા ડાઉન પેમેન્ટ લોન યોજના

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને રાહત દરે ઇલેક્ટ્રિક વાહનો  મળી શકે છે અને મહાનગરપાલિકાની ક્રેડિટ સોસાયટીના કર્મચારીઓ દ્વારા ઝીરો ડાઉન પેમેન્ટ પર લોન આપવાની યોજના પણ  છે. ત્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ 149 કર્મચારીઓએ દિવાળી નિમિત્તે ઈલેક્ટ્રિક વાહનોનું બુકિંગ કરીને શહેરમાં વાહનોનું પ્રદૂષણ ઘટાડવા અને વડાપ્રધાનની હાકલ પર સુરતને દેશનું પ્રથમ ઇલેક્ટ્રિક સિટી  બનાવવા માટે સહકાર આપ્યો છે.

આ પણ વાંચો: વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યના 24 ડીઇઓ-ડીપીઇઓની બદલી

Back to top button