ટ્રેન્ડિંગનેશનલ

બેંક રોબરીની ફરીયાદ નોંધાવનાર કર્મચારી પોતે જ નીકળ્યો માસ્ટરમાઈન્ડ, લુંટ્યા 41 લાખ

Text To Speech
  • મધ્યપ્રદેશના દમોહ જિલ્લામાં બની બેંક રોબરીની ધટના
  • 5 ચોરોએ મળીને બંદુકની અણી પર લુંટ્યા 41 લાખ રુપિયા સાથે એક બેંકકર્મીને પણ માર્યો
  • ઘટનાનો માસ્ટરમાઈન્ડ નીકળ્યો તે જ બેંકનો કર્મચારી,પકડાતા કબુલ્યો ગુનો

મધ્યપ્રદેશ, 15 મે: એમપીના દમોહ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે, જિલ્લાની એક બેંકમાં થયેલી લુટનો માસ્ટરમાઈન્ડ તે જ બેંકનો કર્મચારી હોવાનું બહાર પડ્યું હતું. નવાઈની વાત એ છે કે આ જ કર્મચારીએ પોલીસ પાસે જઈને બેંકમાં લુંટની ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે ફતેહપુર મધ્યાચંલ ગ્રામીણ બેંકમાં મંગળવારે મોડી સાંજે્ 41 લાખ રુપિયાની લુંટ થઈ હતી. આ ઘટના પ્રકાશમાં આવતા પોલીસે તરત જ તપાસ આદરી હતી. જેના થોડાક જ કલાકમાં તેનો ખુલાસો થયો હતો.

5 લોકોએ બંદુકની અણીએ બેંકને લુંટી

આ કેસમાં પોલીસે બેંક કર્મચારી સહિત ત્રણ આરોપીઓની અટકાયત કરીને લૂંટી લીધેલી પુરી રકમ જપ્ત કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મંગળવારે મોડી સાંજે દમોહ જિલ્લાની ફતેહપુર મધ્યાંચલ ગ્રામીણ બેંકમાં લૂંટની ઘટના બની હતી. એવું કહેવામાં આવ્યું હતું કે 5 બદમાશોએ  બંદૂકની અણી પર બેંક લૂંટી હતી. એવું પણ કહેવાઈ રહ્યું છે કે બેંકના એક કર્મચારી પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. બેંકમાં ધાડપાડનારા લોકોએ કુલ 41 લાખ રુપિયાથી વધારે રકમ લુંટીને લઈ ગયા હતા. જોકે, વિસ્તારમાં 41 લાખની ચોરીની ઘટના વિશે જાણ થતા ચકચાર મચી ગઈ હતી.

 પોલીસે પુરેપુરા 41 લાખ રુપિયા કર્યા જપ્ત

જ્યારે પોલીસે ઘટના સ્થળ પર તપાસ કરી તો તેમને નાળામાં 100-100ની નોટોના 2-3 બંડલ મળી આવ્યા હતા. સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ પોલીસને શંકા ગઈ હતી અને તેના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, લૂંટની ફરિયાદ નોંધાવનાર બેંક કર્મચારી પોતે જ આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓએ ફિલ્મી સ્ટાઈલમાં લૂંટની યોજના બનાવીને લુંટને અંજામ આપ્યો હતો. જ્યારે બેંકરની કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે તમામ રહસ્યો ખોલી નાખ્યા. આ સાથે તેના બે સાથીઓની પણ અટકાયત કરવામાં આવી છે. લૂંટની 41 લાખની રકમ પણ મળી આવી છે.

આ પણ વાંચો: દિલ્હીમાં પકડાયો હાઈફાઈ ચોર! ફ્લાઈટમાં જ કરતો ચોરી, લુંટની રકમથી ખરીદી હોટલ

Back to top button