ટ્રેન્ડિંગધર્મ

માયાવી ગ્રહ રાહુ વર્ષ 2025માં ત્રણ રાશિઓને મોજ કરાવી દેશે

Text To Speech
  • નવા વર્ષ 2025માં હવે રાહુ 18 મેના રોજ સાંજે 4.30 કલાકે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. 3 રાશિઓને રાહુના રાશિ પરિવર્તનથી ફાયદો થશે

HD ન્યુઝ ડેસ્કઃ પાપી અને માયાવી ગ્રહ રાહુ જાતકોને બીમારી, જુગાર, કઠોર વાણી અને ચોરી જેવા કાર્યોમાં ધકેલે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ રાહુ રાશિ પરિવર્તન કરે છે, ત્યારે તે સમગ્ર રાશિચક્રમાં ઉથલપાથલની સ્થિતિ સર્જે છે. સામાન્ય રીતે રાહુ એક રાશિમાં દોઢ વર્ષ વિતાવે છે. નવા વર્ષ 2025માં હવે રાહુ 18 મેના રોજ સાંજે 4.30 કલાકે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. 3 રાશિઓને રાહુના રાશિ પરિવર્તનથી ફાયદો થશે.

માયાવી ગ્રહ રાહુ વર્ષ 2025માં ત્રણ રાશિઓને મોજ કરાવી દેશે  hum dekhenge news

મિથુન (ક,છ,ઘ)

મે 2025 માં રાહુનું ગોચર મિથુન રાશિના લોકો માટે સકારાત્મક રહેશે. આ ગોચર મિથુન રાશિના લોકોને રોજગાર આપશે. તે આર્થિક સ્થિતિમાં પણ મોટો ફેરફાર લાવશે. નોકરીયાત લોકોને ઈન્ક્રીમેન્ટ સાથે પ્રમોશનનો લાભ મળશે. વેપારમાં તમને મોટા સોદા મળશે.

વૃષભ (બ,વ,ઉ)

રાહુનું ગોચર વૃષભ રાશિના લોકોના ભાગ્યમાં વધારો કરનાર સાબિત થશે. તેના શુભ પ્રભાવથી વૃષભ રાશિના લોકોના લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થવા લાગશે. તેમજ આ લોકો અનેક શુભ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ સિવાય વિચારવાની અને સમજવાની ક્ષમતાનો વિકાસ થશે.

કુંભ (ગ,સ,શ,ષ)

કુંભ રાશિના જાતકો માટે રાહુનું રાશિ પરિવર્તન ખૂબ જ સકારાત્મક રહેશે. આ લોકોની આવકમાં અણધાર્યો વધારો જોવા મળશે. તેમજ પ્રેમ જીવન જીવી રહેલા જાતકો માટે આ સમય ખુશહાલ રહેશે. નોકરીમાં તમને પ્રમોશન અને ઈન્ક્રીમેન્ટ તેમજ વૈભવી સુવિધાઓનો લાભ મળશે.

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

આ પણ વાંચોઃ શુક્ર પ્રદોષ વ્રત કેમ રાખવામાં આવે છે? જાણો મુહૂર્ત અને પૂજા વિધિ

Back to top button