ગ્વાલિયર-ચંબલ બેઠક ઉપર ત્રણ એન્જિનિયર યુવક-યુવતીને કારણે ચૂંટણી થઈ રસપ્રદ
- દેવાશીષ જરારિયા એન્જિનિયર અને લોની ડિગ્રી પછી બસપામાં ટિકિટ મેળવીને રાજકારણમાં ઉતર્યા છે
- ગ્વાલિયરથી અર્ચના સિંહ રાજપુત સમાજસેવાના શોખના કારણે લોકસભા લડી રહી છે
- મુરેનાથી સુરજ કુશવાહા અપક્ષ તરીકે પ્રથમવાર રાજકારણના મેદાનમાં ઉતર્યા છે
મધ્યપ્રદેશ, 5 મે: ગ્વાલિયર-ચંબલમાં આ વખતે ભાજપ-કોંગ્રેસ કરતાં ત્રણ યુવા એન્જિનિયર ઉમેદવારોની ચર્ચા સૌથી વધારે જોવા મળે છે. આ ત્રણેયની ઉંમર 32 વર્ષની આસપાસ છે. આમાંથી બે ઉમેદવારોએ ચૂંટણી લડવા માટે લાખો રૂપિયાના પેકેજ સાથે નોકરી પણ છોડી દીધી છે, જ્યારે અન્ય એકે કાયદાનો અભ્યાસ કર્યા બાદ વકીલાતને બદલે રાજકારણને પોતાની કારકિર્દી પસંદ કર્યું છે. ભિંડથી બસપાના ઉમેદવાર આશિષ જરારિયાએ BE અને LAWની ડિગ્રી મેળવી છે. ગ્વાલિયરથી અપક્ષ ચૂંટણી લડી રહેલી એન્જિનિયર અર્ચના રાજપૂતે દિલ્હીમાં કામ કર્યા બાદ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. જ્યારે, મુરેનાથી અપક્ષ ઉમેદવાર સુરજ કુશવાહા પણ લાખોના પગાર સાથે ખાનગી કંપનીમાં એન્જિનિયરિંગમાં નોકરી કરતા હતા.
ભીંડ બેઠકથી BSPના દેવશીશ જરારિયા
આ વખતે ભીંડ બેઠક પર 7 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપની સંધ્યા રાય, કોંગ્રેસના ફૂલસિંહ બરૈયા અને બસપાના દેવાશીશ જરારિયા વચ્ચે જંગ જામ્યો છે. જરારિયા ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસથી ઉમેદવારી કરતા સંધ્યા રાયના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આથી આ વખથે ટિકિટ ન મળતા હતાશ થયેલા જરારિયાએ કોંગ્રેસનો હાથ છોડીને બસપામાં જોડાઈ ગયા હતા. હવે બીએસપી તેમને ઉમેદવાર તરીકે ભીંડ બેઠક માટે મેદાનમાં ઉતાર્યા છે. જે એક સુરક્ષિત બેઠક છે.
ટિકિટ ન મળતા કોંગ્રસનો હાથ છોડ્યો
ભિંડ શહેરમાં હર્ષ બિહારમાં ત્રિમૂર્તિનગર મેળા ગ્રાઉન્ડની પાછળ રહેતા જરારિયા પોતાના બેકગ્રાઉન્ડ વિશે જણાવતા કહે છે કે પિતા મુરાર ગર્લ્સ કોલેજમાં એક પ્રોફેસર છે. નાની બહેન કે જેના લગ્ન થઈ ગયા છે. એન્જિનિયરિંગ છોડીને રાજકારણમાં જોડાવાનું પસંદ કરતા જરારિયાએ જણાવ્યું કે તે અનુસૂચિત જાતિમાંથી આવે છે અને પિતાના પ્રોફેસર હોવાના કારણે મારું પહેલાથી વાંચન રહ્યું છે. આથી તે લોના અભ્યાસ માટે દીલ્હી યુનિવર્સિટી ગયા અને સાથે સાથે એ સમયે સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહેવાનું ચાલું કર્યુ હતું. આ પછી પ્રથમ લોકસભા ચૂંટણી હાર્યા પછી પણ 5 વર્ષ સુધી રાજકારણમાં સક્રિય રહ્યા હતા. કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાઓને દેવાશિષ જરારિયાને લોકસભાની ટિકિટનું વચન આપીને વિધાનસભાની ટિકિટ નહોતી આપી. આ પછી આ વખતે લોકસભામાં કોંગ્રેસે ચૂંટણીમાં ટિકિટ ન અપાતા દેવાશિષે કોંગ્રેસનો હાથ છોડ્યો હતો.
ગ્વાલિયર બેઠકથીઅર્ચના સિંહ રાઠોડ
ગ્વાલિયર લોકસભા બેઠક પરથી આ વખતે કુલ 19 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં મુખ્ય જંગ ભાજપના ભરતસિંહ કુશવાહ અને કોંગ્રેસના પ્રવીણ પાઠક વચ્ચે છે. આ બંને સિવાય અર્ચના સિંહ રાઠોડ પણ અહીં ચૂંટણી લડી રહી છે. અર્ચના સિંહ તમામ 19 ઉમેદવારોમાં સૌથા નાની વય ધરાવે છે. અર્ચનાના કારણે ભાજપને સૌથી વધુ નુકસાન જોવા મળી રહ્યું છે. અર્ચનાને રાજપૂત સમાજની સાથે અન્ય સમાજના લોકોનું સમર્થન મળી રહ્યું છે.
અર્ચના સિંહને નાનપણથી સમાજસેવા કરવી હતી
શિવપુરીના કરૈરાના નરહીગામની રહેવાસી અર્ચના સિંહના પરિવારમાં માતા-પિતા હયાત નથી, જ્યારે 6 બહેનોમાં અર્ચના ચોથા નંબરની છે અને સૌથી નાનો ભાઈ પણ એન્જિનિયરિંગ પછી મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરે છે. અર્ચના પણ એક નામાંકિત કંપનીમાં લાખોનું પેકેઝ ધરાવતી એન્જિનિયર પોસ્ટ પર જોબ કરતી હતી. અર્ચના પોતાના રાજકારણમાં જોડાવા વિશે જણાવે છે કે મને નાનપણથી મને સમાજસેવાનો શોખ હતો અને મારા ખેડૂત પિતા હરપાલ સિંહ રાઠોડને પણ સમગ્ર કરૈરા વિસ્તારમાં લોકો ઓળખતા હતા આથી પિતાથી પ્રેરાઈને સમાજસેવા માટે રાજકારણ પસંદ કર્યું છે.
ભાજપે ન આપી ટિકિટ
અર્ચનાના જણાવે છે કે, દિલ્હીમાં એન્જિનિયરની જોબની સાથે બીમાર લોકોની પણ મદદ કરતી હતી. તે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ સાથે સંકળાયેલી હતી અને મારી સામાજીક સેવામાં સક્રિયતાને જોતાં મોદીજીની ટીમે માર્ચ 2024માં મારો સંપર્ક પણ કર્યો હતો. આ પછી ઘણા બધા રાઉન્ડ અથવા ઇન્ટરવ્યુ લીધા પછી તે વખતે મને ભાજપ તરફથી વચન અપાયું હતું કે મને ગ્વાલિયર લોકસભા સીટની ટિકિટ આપશે. આ સીટ પર ભાજપને એક યુવા ચહેરાની શોધ હતી. આ સાથે જ હું પાર્ટીના વરિષ્ઠ નેતાનો પણ સંપર્ક કર્યો હતો જોકે ભાજપ તરફથી ટિકિટ ન મળી.
મુરેનાથી યુવા અપક્ષ ઉમેદવાર સુરજ કુશવાહા
મોરેના લોકસભા બેઠક પર પણ એક સાથે 15 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં મુખ્ય મુકાબલો કોંગ્રેસની નીતુ ઉર્ફે સત્યપાલ સીકરવાર અને ભાજપના શિવમંગલ સિંહની વચ્ચે છે. જ્યારે બસપા રમેશ ગર્ગ આ ચૂંટણીને ત્રિકોણીય જંગ બનાવવામાં પ્રયાસ કરી રહ્યા છે.પરંતુ આ બધાની વચ્ચે એક યુવા અપક્ષના ઉમેદવાર સુરજ કુશવાહા પણ ભારે ચર્ચામાં છે. સુરજની સાથે એક યુવા ટીમ સક્રિય રીતે કામગીરી કરી રહી છે. સુરજના પરિવારમાં આજદીન સુધી કોઈએ પણ ચૂંટણી લડી નથી. લાખોનું પેકેજ છોડીને રાજકારણ પસંદ કરવા પાછળ સુરજનું માનવું છે કે દરેક ચૂંટણીમાં યુવાઓને અવગણવામાં આવે છે. કોઈ પણ નેતા તેમને રોજગારી આપતા નથી અને આ નેતા લોકોને કેવી રીતે કામ કરવું તેનું પણ નોલેજ નથી. માટે આ વખતે તે પ્રથમવાર ચૂંટણીમાં ભાગ લઈ રહ્યો છે.
ગ્વાલિયર ચંબલ ક્ષેત્રના રાજકારણમાં આ ત્રણ યુવા ઉમેદવારોની ખૂબ ચર્ચા થઈ રહી છે. જોકે, આ ત્રણેય બેઠક પર દેવાશીષ, અર્ચના અને સુરજે અન્ય પક્ષોના નેતાઓની વચ્ચે પણ ઘણા જ લોકપ્રિય થઈ રહ્યા છે. જેનું એકમાત્ર કારણ એ છે કે લાખો રુપિયાના વાર્ષિક પેકેજ છોડીને લોકો માટે રાજનીતિ કરવાનું પસંદ કર્યુંં છે. મુખ્ય ધારાના નેતાઓની વચ્ચે લોકચર્ચામાં રહેલા આ યુવા ઉમેદવારો પર લોકો કેટલો ભરોસો રાખશે એ હવે આગામી ચૂંટણીના પરિણામ પરથી નક્કી થશે.
આ પણ વાંચો: મહારાજા પણ મન મૂકી ઝૂમ્યાઃ રોડ શો દરમિયાન જોવા મળ્યું જ્યોતિરાદિત્યનું નવું રૂપ