ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2024ટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ગુજરાતના પાંચ શહેરમાં 7મી મેએ મતદાન કરનારને ચૂંટણીપંચ આપશે આ વિશેષ સુવિધા

  • લોકસભા સામાન્ય ચૂંટણી 2024 દરમિયાન ફ્રી બાઈક ટેક્સી રાઈડ્સની ઓફર રજૂ કરી
  • મતદાન માટે જાગૃતિ વધારવા 2જી મેના રોજ ગુજરાતના મુખ્ય ચૂંટણી કાર્યાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરવા એક કાર્યક્રમનું આયોજન કર્યું
  • 7મી મેના રોજ રેપિડોની સવારી જીમ્મેદારી કીગુજરાતના પાંચ​ શહેરો- અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને આણંદમાં ઉપલબ્ધ બનશે
  • ૭મે, મંગળ​વાર ૨૦૨૪ ના રોજ​ મતદાન કર્યા પછી ફ્રી રાઇડમાં ઘેર જ​વા રેપિડો કોડ “VOTENOW”નો ઉપયોગ કરો

ગાંધીનગર, 2 મે, 2024: દેશમાં લોકશાહી માળખાને મજબૂત કરવાની મજબૂત કટિબદ્ધતા સાથે ભારતની અગ્રણી કોમ્યુટ એપ (commute app) રેપિડો (Rapido) “સવારી જીમ્મેદારી કી (SawaariZimmedariKi)”ની પહેલ લોંચ કરવા સાથે રાષ્ટ્ર પ્રત્યેની ફરજમાં એક મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી સાથે સહયોગ કેળવીને રેપિડો ભારતની લોકસભા ચૂંટણી 2024 દરમિયાન નાગરિકોની સહભાગીતાને વધારવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. આ ઐતિહાસિક પ્રયત્નના ભાગરૂપે રેપિડોએ 7મી મે 2024ના રોજ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને આણંદ જેવા મહત્ત્વનાં શહેરોમાં મતદાતાઓને મતદાન કર્યા બાદ ઘેર જવા માટે ફ્રી બાઈક ટેક્સી રાઈડ એટલે કે વિના મૂલ્યે બાઈક ટેક્સીની સવારની સુવિધા પૂરી પાડવાનો સંકલ્પ લીધો છે.

આ ઉપરાત, રેપિડોએ સૌથી મોટા લોકશાહી ઉત્સવમાં લોકોને મતદાન  માટે પ્રોત્સાહન  આપવા માટે ગુજરાતના મુખ્ય ચૂંટણી કાર્યાલય સાથે હાથ મિલાવ્યા છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતી અને મુખ્ય ચુંટણી કાર્યાલય ગાંધીનગર,સંયુક્ત ચૂંટણી અધિકારી શ્રી પી ડી પલસાણા ઉપસ્થિત રહ્યા હતા.

ચૂંટણીના દિવસે મતદાતા મતદાન કર્યા બાદ શાહી વાળી આંગળી બતાવીને ‘VOTENOW’ કોડનો ઉપયોગ કરી રેપિડો એપ પર ફ્રી રાઈડ્સની સુવિધા મેળવી શકે છે અને લોકશાહી અધિકારનો ઉપયોગ કર્યાં બાદ ઘરે જેવા આ ફ્રી રાઈડ્સ મેળવી શકશે. આ પહેલનો ઉદ્દેશ નાગરિકોના મતદાન અધિકારોને વધુ સુવિધાજનક બનાવવાનો તથા ચૂંટણી પ્રક્રિયાને વધુ સમાવેશી કરવાનો છે. આ નક્કર પ્રયાસ રેપિડોના રાષ્ટ્રવ્યાપી અભિયાનને અનુરૂપ છે કે, જેમાં ચૂંટણીના દિવસે ફ્રી રાઈડ (વિના મૂલ્યે સવારી) ઉપલબ્ધ કરાવવા માટે 100થી પણ વધારે શહેરોમાં 10 લાખથી વધુ કેપ્ટનને કામે લગાડવામાં આવ્યા છે.

રેપિડોના કો-ફાઉન્ડર પવન ગુંટુપલ્લીએ જણાવ્યું હતું કે, “એ બાબત સુનિશ્ચિત કરવા માટે આ ઉમદા પહેલ કરી રહ્યા છીએ કે જેથી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત તથા આણંદ શહેરોમાં દરેક મતદાતા ભારતની આ લોકસભાની સામાન્ય ચૂંટણી 2024માં તેમનો મત આપીને નાગરિક તરીકે ફરજને સફળતાપૂર્વક પૂરી કરી શકે. આ ફ્રી રાઈડ્સની ઓફર મારફતે અમે લોકશાહીને ખરા અર્થમાં અમલી બને તે માટે સહાયતા કરી રહ્યા છીએ. ગુજરાતમાં અમારા રેપિડો કેપ્ટન એક ફક્ત ડ્રાઈવરથી પણ સવિશેષ છે; તેઓ નાગરિક જોડાણ માટેના રાજદૂત છે, જેઓ મહત્તમ મતદાનને સક્ષમ બનાવે છે અને વિશ્વની સૌથી મોટી આ લોકશાહીમાં વધુ પ્રતિનિધિ ચૂંટણી વ્યવસ્થાને પ્રોત્સાહન આપે છે.”

આ પ્રસંગે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું હતું કે, રેપિડો અને અમારી કચેરી વચ્ચે ભાગીદારી વધુ સમાવેશી અને જીવંત લોકશાહીને પ્રોત્સાહન આપવાની અમારી સામૂહિત ભાગીદારીને દર્શાવે છે. ભારતની સામાન્ય ચૂંટણી 2024 દરમિયાન મતદાતાઓની સહભાગીતા તથા સામેલગીરીને વધારવા માટે તેમના દ્વારા કરવામાં આવી રહેલા સક્રિય પ્રયાસો બદલ અમે રેપિડોની પ્રશંસા કરી છીએ. ‘સવારી જીમ્મેદારી કી’ અભિયાન જેવી ઉમદા પહેલ લોકશાહીના મૂલ્યોને પ્રોત્સાહન આપવામાં અત્યંત મહત્ત્વની ભજવે છે અને એ બાબતને સુનિશ્ચિત કરે છે કે યોગ્યતા ધરાવતા નાગરિક મતદાનના તેમના અધિકાર માટે ઉત્તમ તક ધરાવે છે.”

આ પણ વાંચોઃ હવે નંબર સેવ નહીં હોય તો પણ દેખાશે કૉલ કરનારનું નામ, જાણો કેવી રીતે

Back to top button