ભાજપ અને કોંગ્રેસ પાસે હાલમાં કેટલી છે બેઠક અને શું આ વખતે બદલાશે સમીકરણ ?
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેરાત થઈ ચૂકી છે. ચૂંટણીપંચે આજે યોજાયેલ પ્રેસકોન્ફરન્સમાં જણાવ્યું કે રાજ્યમાં પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાશે, જ્યારે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. અને 8 ડિસેમ્બરના દિવસે ચૂંટણી પરિણામો જાહેર કરાશે. ત્યારે અત્યારે ગુજરાતના કયુ પક્ષ કેટલા પાણીમાં છે અને પક્ષવાર કેવી સ્થિતિ છે એના પર નજર કરીએ.
ભાજપ પાસે કેટલી બેઠક
વિધાનસભાની પક્ષવાર સ્થિતિમાં પેટા ચૂંટણીએ પણ ઘણા સમીકરણોમાં અસર કરી છે. તેવામાં અત્યારે ભાજપ પાસે 112, કોંગ્રેસ પાસે 65 તથા બીટીપી 2 બેઠકો, રાષ્ટ્રવાદી કોંગ્રેસ 1 અને અપક્ષ પાસે 1 બેઠક છે. ઉલ્લેખનીય છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નામે 99 બેઠકો હતી, જ્યારે ઘણા કોંગ્રેસના MLA દ્વારા રાજીનામું આપ્યા બાદ આયોજિત પેટા ચૂંટણીમાં જીતના કારણે સમીકરણો બદલાયા છે. અત્યારે ભાજપે જીતેલી બેઠકો 112 પર પહોંચી ગઈ છે.
આ પણ વાંચો:આચારસંહિતાનું કેટલું છે મહત્વ, શું થઈ શકે અને શું ન થઈ શકે ?
કોંગ્રેસની સ્થિતી
2017 વિધાનસભા ચૂંટણી પછીના વર્ષોમાં કોંગ્રેસના વળતા પાણી આવ્યા છે. ઘણા ધારાસભ્યોના રાજીનામાંથી કોગ્રેંસની સ્થિતી સાવ નબળી થઈ ગઈ હતી. ઉ્લ્લેખનીય છે કે 77 બેઠકો જીતી હતી પણ ધારાસભ્યોના રાજીનામાંથી હાલની કોગ્રેંસની અત્યારની સ્થિતિ 65 બેઠકો પર પહોંચી ગઈ છે.
બીટીપી અને અપક્ષની શું સ્થિતી ?
આ સાથે બીટીપી પાસે ગૃહમાં 2 MLA છે, જ્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ પાસે 1 અને અપક્ષ પાસે 1 બેઠક છે. ઉલ્લેખનીય છે કે 2017માં જિગ્નેશ મેવાણી અપક્ષ ચૂંટણી લડ્યા હતા, ત્યારપછી કોંગ્રેસમાં જોડાયા પરંતુ ગુજરાત વિધાનસભામાં પક્ષવાર સભ્યોની સંખ્યા પર નજર કરીએ તો તેઓ અપક્ષ તરીકે જ ઓળખાય છે.