ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આ 4 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર, જાણો ક્યારે-કયાં થશે મતદાન?

Text To Speech

16 માર્ચ, 2024: લોકસભાની ચૂંટણીની તારીખોની સાથે કેન્દ્રીય ચૂંટણી પંચે દેશના ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરી છે. આંધ્રપ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમનો સમાવેશ થાય છે.

અરુણાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ

અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે નોટિફિકેશન 20 માર્ચે જાહેર થશે. નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ 27 માર્ચ 2024 છે. નામાંકન પાછું ખેંચવાની તારીખ 30 માર્ચ 2024 હશે અને 19 એપ્રિલે મતદાન થશે. જ્યાં 4 જૂને વોટની ગણતરી થશે. અરુણાચલ પ્રદેશમાં 60 સીટો પર એક જ તબક્કામાં વિધાનસભા ચૂંટણી થશે.

elections 2024
elections 2024

સિક્કિમ વિધાનસભા ચૂંટણી માટે 19 એપ્રિલે મતદાન

સિક્કિમ વિધાનસભા માટે એક જ તબક્કામાં તમામ 32 સીટો પર મતદાન થશે. સિક્કિમ ચૂંટણી માટે નોટિફિકેશનની તારીખ 20 માર્ચ 2024 છે. નામાંકનની છેલ્લી તારીખ 27 માર્ચ 2024, નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 30 માર્ચ 2024 છે અને મતદાનની તારીખ 19 એપ્રિલ 2024 છે. જ્યારે આ ચૂંટણીનું પરિણામ4 જૂન 2024ના રોજ આવશે.

ઓડિશામાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી

ઓડિશામાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં 28 સીટો પર મતદાન થશે. પ્રથમ તબક્કા માટે નોટિફિકેશનની તારીખ 18 એપ્રિલ 2024 છે. નામાંકનની છેલ્લી તારીખ 25 એપ્રિલ 2024 અને નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 29 એપ્રિલ 2024 છે. 13 મેના રોજ પ્રથમ તબક્કાનું મતદાન થશે, 4 જૂને મતગણતરી થશે.

આંધ્ર પ્રદેશ વિધાનસભામાં 13 મેના રોજ મતદાન

આંધ્ર પ્રદેશ વિધાનસભાની તમામ 175 સીટ પર એક તબક્કામાં મતદાન થશે. આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 18 એપ્રિલે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. નામાંકનની છેલ્લી તારીખ 15 એપ્રિલ છે તો વળી નામાંકન પાછું ખેંચવાની તારીખ 29 એપ્રિલ 2024 છે. 13 મે 2024ના રોજ રાજ્યમાં મતદાન થશે અને 4 જૂને પરિણામ આવશે.

Back to top button