ટ્રેન્ડિંગધર્મ

પાપ દૂર કરશે પાપમોચની એકાદશી, જાણો ક્યારે રાખશો વ્રત?

Text To Speech
  •  જે ભક્તો પાપમોચની એકાદશીનું વ્રત ભક્તિભાવથી રાખે છે અને ભગવાન વિષ્ણુની યોગ્ય રીતે પૂજા કરે છે, તેમને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે

HD ન્યુઝ ડેસ્કઃ પાપમોચની એકાદશી દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે બ્રહ્માંડના તારણહાર ભગવાન વિષ્ણુની પૂજાનું ખૂબ મહત્ત્વ હોય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, જે ભક્તો પાપમોચની એકાદશીનું વ્રત ભક્તિભાવથી રાખે છે અને ભગવાન વિષ્ણુની યોગ્ય રીતે પૂજા કરે છે, તેમને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને તેમને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.

પાપામોચની એકાદશીની તારીખ

આ વર્ષે પાપમોચની એકાદશી તિથિ બે દિવસે આવી રહી છે. ગૃહસ્થજન 25 માર્ચે પાપમોચની એકાદશીનું વ્રત રાખશે અને વૈષ્ણવો 26 માર્ચે આ વ્રત કરશે.

મુહૂર્ત

  • એકાદશી તિથિની શરૂઆત

25 માર્ચ, 2025 સવારે 5.05 વાગ્યે

  • એકાદશી તિથિ સમાપ્ત

26 માર્ચ, 2025 સવારે 3.45 વાગ્યે

  • 25 માર્ચ, 2025, મંગળવારના રોજ પાપમોચની એકાદશી ઉજવાશે

26 માર્ચે, પારણાનો સમય

  • બપોરે 1.41 થી 4.08 વાગ્યા સુધી
  • પારણા તિથિ પર હરિ વાસરનો સમાપ્તિ સમય – સવારે 9.14

26 માર્ચ, 2025, બુધવારના રોજ વૈષ્ણવ પાપમોચની એકાદશી

27 માર્ચે, વૈષ્ણવ એકાદશી માટે પારણાનો સમય

સવારે 6.17 થી 8.45 સુધી

પારણાના દિવસે દ્વાદશી સૂર્યોદય પહેલા સમાપ્ત થશે

પૂજા પદ્ધતિ:

  • સવારે વહેલા ઉઠીને સ્નાનાદિ પતાવો
  • ઘરમાં મંદિરમાં દીવો પ્રગટાવો.
  • ભગવાન વિષ્ણુને ગંગાજળથી અભિષેક કરો.
  • ભગવાન વિષ્ણુને ફૂલો અને તુલસીના પાન અર્પણ કરો.
  • જો શક્ય હોય તો, આ દિવસે ઉપવાસ રાખો.
  • ભગવાનની આરતી કરો.
  • ભગવાનને ભોજન અર્પણ કરો. ભગવાનને ફક્ત સાત્વિક વસ્તુઓ જ ચઢાવવામાં આવે તેનું ખાસ ધ્યાન રાખો.
  • ભગવાન વિષ્ણુને ચઢાવેલા પ્રસાદમાં તુલસીનો સમાવેશ અવશ્ય કરો. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ તુલસી વિના પ્રસાદ સ્વીકારતા નથી.
  • આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુ સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરો.
  • આ દિવસે શક્ય તેટલું ભગવાનનું ધ્યાન કરો.

આ પણ વાંચોઃ કેદારનાથમાં બિન હિન્દુઓને નહીં મળે પ્રવેશ? જાણો વિગત

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button