આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

એશિયન ગેમ્સનો આઠમો દિવસ ભારત માટે બન્યો સુવર્ણ

 

  • એથ્લેટિક્સમાં અવિનાશ સાબલેએ ગોલ્ડ મેડલ જીતીને રચ્યો ઈતિહાસ
  • શોટ પુટ સ્પર્ધામાં તેજિન્દરપાલ સિંહ તૂરે જીત્યો ગોલ્ડ મેડલ

ચીનમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં રવિવારે(૧ ઓક્ટોબરે) ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. એથ્લેટિક્સમાં 3000 મીટર સ્ટીપલચેસમાં અવિનાશ સાબલેએ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તો શોટ પુટમાં તેજિન્દરપાલ સિંહ તૂરે ગોલ્ડ મેડલ જીત્યો છે. જેથી એશિયન ગેમ્સનો આઠમો દિવસ ભારત માટે સુવર્ણ દિવસ સાબિત થયો છે. જેમાં આઠમા દિવસે ભારતીય ખેલાડીઓએ ગોલ્ડ જ ગોલ્ડ જીત્યા છે.

 

આઠમો દિવસ ભારત માટે સુવર્ણ દિવસ સાબિત થયો

એશિયન ગેમ્સના આઠમા દિવસે ભારતીય ખેલાડીઓએ અદ્ભુત પ્રદર્શન દેખાડી ભારતને ત્રણ ગોલ્ડ મેડલ આપાવ્યા છે. વાત કરીએ તો, એથ્લેટિક્સમાં અવિનાશ સાબલેએ ઈતિહાસ રચ્યો છે અને 3000 મીટર સ્ટીપલચેસમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સ્પર્ધામાં ભારતે 72 વર્ષ બાદ ગોલ્ડ જીત્યો છે. આ સ્પર્ધામાં ભારતને મળેલો આ પહેલો ગોલ્ડ છે. એશિયન ગેમ્સની શરૂઆત 1951માં થઈ હતી અને ત્યારથી 3000 મીટર સ્ટીપલચેઝ (પુરુષો) સ્પર્ધા શરૂ થઈ હતી, પરંતુ ભારતના કોઈ એથ્લેટે તેમાં ગોલ્ડ જીત્યો ન હતો. અવિનાશ સાબલેએ ગોલ્ડ મેડલ જીતીને આતુરતાનો અંત લાવ્યો છે.

 

જયારે બીજી બાજુ વાત કરીએ તો, ભારતીય ખેલાડી તેજિન્દરપાલસિંહ તૂરે એશિયન ગેમ્સમાં આઠમા દિવસે ભારતને ત્રીજો ગોલ્ડ અપાવ્યો છે. તેજિન્દરપાલસિંહ તૂરે શોટ પુટ સ્પર્ધામાં 20.36 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. તેજિન્દરસિંહ શરૂઆતમાં પાછળ રહ્યો હતો પરંતુ પછી તેણે પુનરાગમન કરીને પોતાના અને દેશના નામે ગોલ્ડ મેડલ કર્યો હતો. તૂરે એશિયન ગેમ્સમાં બીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો છે. આ પહેલા તે 2018 જકાર્તા એશિયન ગેમ્સમાં પણ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો.

 

અત્યાર સુધીમાં કુલ કેટલા મેડલ થયાં ભારતના નામે ?

આઠમા દિવસે સૌપ્રથમ ગોલ્ડ ટ્રેપ શુટિંગ સ્પર્ધામાં પુરુષની ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ જ ટ્રેપ શુટિંગ સ્પર્ધામાં મહિલાઓની ટીમે પણ સિલ્વર મેડલ જીત્યો હતો. જેને પગલે ભારતના નામે અત્યારસુધીમાં કુલ 52 મેડલ થયાં છે જેમાં 14 ગોલ્ડ મેડલ પણ સામેલ છે.

Back to top button