ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં AMCનો વિસ્તાર અને સ્કૂલોની સંખ્યા વધતા શિક્ષણ વિભાગે કાર્યવાહી શરૂ કરી

  • કચેરીના બે ભાગ પાડવા અંગે શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ
  • ડીઈઓ કચેરીને પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચવાનું અત્યારે આયોજન કરાયું
  • અત્યારે 2 ડીઈઓ, 1 ડીપીઈઓ અને 1 શાસનાધિકારી ફરજ બજાવે છે

અમદાવાદમાં AMCનો વિસ્તાર અને સ્કૂલોની સંખ્યા વધતા શિક્ષણ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. જેમાં DEO કચેરી પૂર્વ અને પશ્ચિમ ભાગમાં વહેંચાશે. તેમજ વધુ એક ડીઈઓ મુકાશે. અત્યારે અમદાવાદ શહેરની કેટલીક સ્કૂલો ગ્રામ્ય અને શહેર એમ બંને કચેરીમાં આવે છે. તેમાં ડીઈઓ કચેરીને પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચવાનું અત્યારે આયોજન કરાયું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી ત્રણ કલાક આ શહેરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

શહેર વિસ્તારની કચેરીના બે ભાગ પાડવા અંગે શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ

અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ એમ બે વિસ્તારમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી વહેંચાશે તેવુ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. કચેરીનું વિભાજન થતાં આગામી સમયમાં અમદાવાદમાં વધુ એક ડીઈઓની પણ નિમણૂક થઈ શકે છે. કારણ કે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનો વિસ્તાર સતત વધી રહ્યો છે, તેમજ શહેરમાં સ્કૂલોની સંખ્યામાં પણ મોટો વધારો થઈ રહ્યો છે. આ સિવાય હાલની સ્થિતિએ અમદાવાદ મ્યુનિ.એટલે કે, શહેર વિસ્તારની કેટલીક સ્કૂલો શહેર અને ગ્રામ્ય એમ બંને ડીઈઓ કચેરીમાં આવે છે. એટલે કે, એક કેમ્પસમાં આવેલી સ્કૂલનો પ્રાથમિક વિભાગ શહેર ડીઈઓ કચેરીમાં આવે છે જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ ગ્રામ્ય વિસ્તારમાં આવે છે. આ સંજોગોમાં વહીવટી તેમજ અન્ય કેટલાક પ્રશ્નો ઊભા થાય એ સ્વાભાવિક છે. આથી શહેર વિસ્તારની કચેરીના બે ભાગ પાડવા અંગે શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ હોવાનું જાણવા મળે છે.

અત્યારે 2 ડીઈઓ, 1 ડીપીઈઓ અને 1 શાસનાધિકારી ફરજ બજાવે છે

એટલું જ નહીં, શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી સ્કૂલો પણ અત્યારે ગાંધીનગર ડીઈઓ કચેરીમાં આવે છે. આથી વાલીઓને કોઈ પ્રશ્ન હોય તો તેઓ પણ ભારે મૂંઝણવમાં આવે છે. બીજુ કે, એક જ કેમ્પસમાં આવતી સ્કૂલમાં બે ડીઈઓ કચેરી આવતી હોવાથી કેટલાક નીતિ વિષયક નિર્ણયોમાં પણ ગૂંચવણ પેદા થતી હોય છે. જેથી સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, અમદાવાદ શહેર ડીઈઓ કચેરીને પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચવાનું અત્યારે આયોજન કરાયું છે. બે કચેરી થતાં નવા એક વર્ગ-1ના અધિકારી તેમજ અન્ય વર્ગ-2થી લઈને ક્લાર્ક સુધીના સ્ટાફ માટેનું નવુ મહેકમ પણ ઊભુ કરવું અનિવાર્ય થશે. જો શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવશે તો આગામી સમયમાં અમદાવાદમાં શિક્ષણના વધુ એક વર્ગ-1ના અધિકારી મુકાતા વર્ગ-1ની કુલ સંખ્યા 5એ પહોચી જશે. કારણ કે, અત્યારે 2 ડીઈઓ, 1 ડીપીઈઓ અને 1 શાસનાધિકારી ફરજ બજાવે છે.

Back to top button