કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

કચ્છની ધરતી ફરી ધ્રુજી: એક નહિ પરંતુ બે વાર ભૂકંપના આવ્યા આંચકા

Text To Speech

કચ્છ, 11 માર્ચ: 2025: ગુજરાતના કચ્છ જિલ્લામાં આજરોજ બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આ બે આંચકા લગભગ 11 કલાકના અંતરે અનુભવાયા હતા, જેના કારણે લોકોમાં ગભરાટનો માહોલ હતો. ભૂકંપ સંશોધન સંસ્થાએ આ ઘટના વિશે માહિતી આપી છે. ભૂકંપના ઝટકાની તુરંત બાદ તંત્રએ સાવચેતી વધારી દીધી છે.

કચ્છ જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, મંગળવારે આવેલા ભૂકંપને કારણે હજુ સુધી કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી. ગાંધીનગર સ્થિત ભૂકંપ સંશોધન સંસ્થાએ માહિતી આપી છે કે આજે સવારે 11:12 વાગ્યે કચ્છ જિલ્લામાં ભચાઉ નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0 નોંધાઈ હતી. તેનું કેન્દ્ર ગાંધીનગરના રાપરથી 16 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં હતું. જેની એક મિનિટ પહેલા, 2.8ની તીવ્રતાનો બીજો ભૂકંપનો આંચકો અનુભવાયો, જેનું કેન્દ્ર ભચાઉના ઉત્તર-ઉત્તર-પૂર્વમાં હતું.

ભૂકંપના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને તાત્કાલિક ધોરણે ઘરની બહાર દોડી આવ્યા હતા. કોઈ જાનહાનિ કે માનહાનિ નોંધાઈ નથી. તેમ છતાં તંત્રએ સંવેદનશીલ વિસ્તારમાં ટીમ તૈનાત કરી દીધી છે. જેથી કોઈપણ આપાતકાલીન સ્થિતિનો સામનો કરી શકે. આ સિવાય તંત્ર દ્વારા સ્થાનિક લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો..શેરબજાર મામૂલી ઉછાળા સાથે બંધ: સેન્સેક્સ ૧૨ પોઈન્ટ ઘટયો

Back to top button