નેશનલ

ભક્તોની આતુરતાનો ટૂંક સમયમાં આવશે અંત, રામ મંદિરના પ્રથમ માળની કામગીરી પૂર્ણ

Text To Speech

ભારે વિવાદ બાદ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની કામગીરી કરવામાં આવી રહી છે. અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. આ મંદિરની લેટેસ્ટ તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં આપને મંદિરની છત બતાવવામાં આવી રહી છે. આકાર લેતા આ મંદિરના પ્રથમ તબક્કાનું કામ લગભગ પુરુ થઈ ચુક્યું છે. હવે બીજા તબક્કાનું કામ શરુ થયું છે.

રામ મંદિર -humdekhengenews

તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિર નિર્માણની તસ્વીર શેર કરી

અયોધ્યામાં કરોડો રામભક્તોનું સપનું સાકાર થઈ રહ્યું છે. તેમના આરાધ્યનું ભવ્ય મંદિર હવે આકાર લઈ રહ્યું છે. મંદિર નિર્માણની પ્રગતિ દરેક રામભક્ત જાણી શકે, તેના માટે સમય સમય પર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મંદિર નિર્માણની તસ્વીર શેર કરી છે. જેમાં ગર્ભ ગ્રહની ઉપર છત બતાવામાં આવી રહી છે. બંસી પહાડપુરના નક્કાશી પથ્થરોથી રામ લલાની છત જોવા મળી રહી છે.

રામ મંદિર -humdekhengenews

પ્રથમ ફેજની કામગીરી પૂર્ણ

અયોધ્યામાં બનનારા નિર્માણાધીન મંદિરના પ્રથમ ચરણમાં હવે ફર્નિશિંગનું કામ બચ્યું છે, તો વળી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને જે તસવીર જાહેર કરી છે, તેમાં તે સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કે, ભગવાન રામના ભવ્ય મંદિરને બીજા તબક્કાનું કામ શરુ થઈ ગયું છે. જેથી મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું મંદિર હવે આકાર લેતું દેખાઈ રહ્યું છે. મંદિરનું પ્રથમ ફેજનું કામ પૂર્ણ થઈ બીજા તબક્કાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જો કે, દ્વિતિય તળના નિર્માણ પહેલા શ્રી રામ જન્મભૂમિ મંદિરના પ્રથમ તળની છતની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. ભગવાન રામના મંદિરની છતની આકર્ષક તસવીરો જોઈ રામભક્ત ભક્તિભાવમાં તરબોળ થતાં દેખાઈ રહ્યા છે.

રામ મંદિર -humdekhengenews

જાન્યુઆરીમાં રામલલા વિરાજમાન થઈ જશે

મહત્વનું છે કે,અયોધ્યામાં રામમંદિર નિર્માણમાં લગભગ 1600 કારીગર લાગેલા છે. ડિસેમ્બર 2023 સુધીમાં મંદિરના પ્રથમ તબક્કાનું કામ પુરુ થઈ જશે અને જાન્યુઆરીમાં રામલલા વિરાજમાન થઈ જશે. દરેક રામ ભક્ત રામલલાના મંદિર નિર્માણની પ્રગતિને જાણવા માંગે છે. કદાચ આ જ કારણે તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ રામભક્તોની ભાવના અનુરુપ સમય સમય પર મંદિર નિર્માણની પ્રગતિને શેર કરે છે.

 આ પણ વાંચો : ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં ખુલાસો: જેની કાર લઈને નિકળ્યો હતો તથ્ય તેનો પણ છે ગુનાહિત ઇતિહાસ, CBI કરી રહી છે તપાસ

Back to top button