- બળબળતી ગરમીમાં બપોરે સિગ્નલો રહેશે બંધ
- ચોક્કસ સ્થળે ટ્રાફિક સિગ્નલ યલો રાખવાનો નિર્ણય
- 58 ટ્રાફ્કિ સિગ્નલ પર સમય 20 સેકન્ડ કરી દેવાયો
અમદાવાદ શહેરમાં ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે ગરમીમાં લોકોને ટ્રાફ્કિ સિગ્નલ પર ન ઉભા રહેવું પડે તે માટે ટ્રાફ્કિ પોલીસ અને એએમસી દ્વારા બપોરના સમયે ટ્રાફ્કિ સિગ્નલ બ્લિન્કર મોડ પર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ સૌથી વધુ ટ્રાફ્કિ ધરાવતા સિગ્નલ પર સમય 25 સેકન્ડથી ઘટાડીને 20 સેકન્ડ કરી દેવામાં આવ્યો છે. જ્યારે આ નિયમ બપોરના 12.30 થી 4.30 વાગ્યા સુધી અમલમાં રહેશે.
આ પણ વાંચો: ભાવનગર મહાનગપાલિકા એક જ દિવસમાં 6 કરોડની આવક થઇ
શહેરના 127 સિગ્નલ બ્લિન્કર મોડ પર ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો
અમદાવાદમાં વધતી ગરમીને લઈને હવે ટ્રાફ્કિ પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિગ્નલ પર ઉભા રહેતા ગરમીમાં શેકાતા લોકો માટે ટ્રાફ્કિના નિયમો હળવા કરવા માટે અધિકારીઓએ બેઠક યોજી હતી. જેમાં શહેરના 127 સિગ્નલ બ્લિન્કર મોડ પર ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ તમામ સિગ્નલ પર બ્લિન્કર મોડ હોવાથી વાહન ચાલકો પાસેથી ઈ-મેમો ઈશ્યુ નહીં કરવામાં આવે.
આ પણ વાંચો: અટલ ભૂજલ યોજનાના કરોડોના વિવાદી ટેન્ડરમાં કુંવરજી બાવળિયાએ આપ્યા આદેશ
નિયમ માત્ર બપોરના 12.30 વાગ્યાથી 4.30 વાગ્યા સુધી જ લાગુ
જો કે આ નિયમ માત્ર બપોરના 12.30 વાગ્યાથી 4.30 વાગ્યા સુધી જ લાગુ રહેશે. ત્યારબાદ બ્લિકન્કર મોડ બંધ કરી દેવામાં આવશે. બીજી બાજુ શહેરના સૌથી વધારે ટ્રાફ્કિ ધરાવતા 58 જંક્શનો પર ટ્રાફ્કિ જામ ન થાય તે માટે તેને બ્લિન્કર મોડ કરવાની જગ્યાએ સિગ્નલનો સમય 25 સેકન્ડથી ઘટાડીને 20 સેકન્ડ કરી દેવામાં આવ્યો છે. તો બીજી બાજુ એએમસીએ કાળજાળ ગરમીમાં પણ ખડેપગે રહી પોતાની ફ્રજ બજાવતા ટ્રાફ્કિના જવાનો માટે સેન્સેટાઈઝેન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમનો ઉદ્દેશ્ય ટ્રાફ્કિ કર્મીઓને ગરમીથી કેવી રીતે બચવું અને બચાવવું તેના વિશે માહિતગાર કરવામાં આવ્યા. સાથે સાથે એએમસી દ્વારા તમામ ઝોનમાં પાણીની પરબ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એએએમસી દ્વારા ટ્રાફ્કિ વિભાગને 50 હજારથી વધુ ORSનું વિતરણ કરાયું છે.