રાજસ્થાનના જોધપુર નજીક હાઇવે ઉપર કાર સળગી ઉઠતાં ચાલક ભડથું
રાજસ્થાનથી મોડી સાંજે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં જોધપુર નજીક એક કાર હાઇવે ઉપર અચાનક સળગી ઉઠી હતી. જેના કારણે તેમાં બેઠેલો ચાલક સળગીને ભડથું થઈ ગયો હતો. આ બનાવના પગલે રાહદારીઓ એકઠાં થઈ ગયા હતા અને ચાલકને કાઢવાની કોશિષ કરી હતી પરંતુ દરવાજો લોક હોવાના કારણે તેને બહાર કાઢી શકાયો ન હતો. બનાવ બાદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી છે.
કારનો પહેલા ટ્રક સાથે થયો હતો અકસ્માત
આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી મુજબ બનાવ જોધપુરના શેરગઢ પાસે બન્યો હતો. શેરગઢ સોઇન્ત્રા સરહદ મેગા હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેના કારણે કારમાં આગ લાગી હતી. આગ લાગવાના કારણે કારમાં સવાર લોકો જીવતા સળગી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, ટ્રક સાથે ટક્કર બાદ કાર ખાડામાં પડી ગઈ હતી. જો કે હાલ કારમાં કેટલા લોકો હતા તેની કોઈ માહિતી નથી પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કાર શેરગઢથી બાલોત્રા તરફ જઈ રહી હતી.