વર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

સપનું સાકાર થશે ! હવે હવામાં ઉડતી કાર વાસ્તવમાં પણ જોવા મળશે

Text To Speech

હાલના સમયમાં ગમે તે સમયે ટ્રાફિકમાં ફસાવવું કોઈને પણ પસંદ નથી. જેમાં હવે ફ્લાઈંગ કાર માર્કેટમાં આવી ગઈ છે. અત્યાર સુધી તમે આવી કારની સ્ટોરી સાંભળી હશે કે કોઈ ફિલ્મ કે કાર્ટૂનમાં જોઈ હશે. પરંતુ હવે આ વાસ્તવિકતામાં જોવા મળશે. ફ્લાઈંગ કારનો સીધો અર્થ એ છે કે એવું વાહન, જેને તમે રસ્તા પર ચલાવી શકો અને આકાશમાં પણ ઉડાવી શકો.

સ્વિચબ્લેડ એ પ્રથમ ઉડતી કાર છે જેને તમે યુએસ માર્કેટમાં ખરીદી શકો છો. મળતી માહિતી મુજબ આ કારને લગભગ બે હજાર લોકોએ બુક પણ કરવી છે. સેમસન સ્કાઈએ આ કારને બનાવવામાં 14 વર્ષનો સમય આપ્યો હતો. ડિઝાઇન, R&D અને ભંડોળ એકત્ર કરવા પર વર્ષોના કામ પછી, સેમસન સ્કાયની પ્રથમ ઉડતી કારે હાઇ-સ્પીડ ટેક્સીનું પરીક્ષણ પૂર્ણ કર્યું છે. આ કારને 87Mphની ઝડપે ઉડાડવાની સાથે સાથે બ્રેક ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું છે.

Flying Car

આ કાર પણ છે અને પ્લેન પણ છે. મળતી માહિતી મુજબ યુએસ માર્કેટમાં, આ વાહનને થ્રી વ્હીલર મોટરસાયકલ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે, તે ઉડી પણ શકે છે. કારમાં તમને પાઇલટ અને પેસેન્જરની જગ્યા મળે છે. તમે તેને રસ્તા પર પણ ચલાવી શકો છો અને તેને આકાશમાં પણ ઉડાવી શકો છો.

સ્વિચબ્લેડ આકાશ માટે પ્રાયોગિક હોમબિલ્ટ એરક્રાફ્ટ તરીકે નોંધાયેલ છે, જ્યારે રસ્તા પર તે કસ્ટમ મોટરસાઇકલ અથવા કીટ કાર તરીકે નોંધાયેલ છે. કંપનીના જણાવ્યા અનુસાર આ કારને તૈયાર કરવામાં સામાન્ય માણસને બે હજાર કલાકનો સમય લાગશે. અથવા જો તેઓ ઈચ્છે તો સેમસન બિલ્ડર આસિસ્ટ સેન્ટરની મદદ લઈ શકે છે. જ્યાં કંપનીનો દાવો છે કે તેમને એક સપ્તાહનો સમય લાગશે.

Flying Car main

શું લાયસન્સની પણ જરૂર પડશે?

આ પ્રશ્ન તમામના મનમાં આવી શકે છે. કારણ કે મોટાભાગના લોકો પાસે કાર ચલાવવાનું લાઇસન્સ હશે. પરંતુ તેને ચલાવવા માટે, તમારે કાર અને ઉડ્ડયન લાઇસન્સ બંનેની જરૂર પડશે. કંપનીએ જણાવ્યું છે કે તેની કાર બુક કરાવનારા 20% લોકો નોન-પાયલોટ છે. હવે વાત કરીએ કારની કિંમતની તો એક કરોડ કે બે કરોડ રૂપિયાની કારની વાત સાંભળવી તમારા માટે સામાન્ય છે તેવી જ રીતે આ કાર માટે તમારે 1.7 લાખ ડોલર (લગભગ 1.35 કરોડ રૂપિયા) ખર્ચવા પડશે. જો કે, આ તેની અંદાજિત કિંમત છે.

Back to top button