ભવ્ય રામ મંદિરના પ્રવેશદ્વારનો દિવ્ય નજારો કંઈક આવો હશે…
- મંદિરના પ્રવેશદ્વાર પર હનુમાનજી, સિંહ, હાથી અને ગણેશજીની મૂર્તિઓ સ્થાપિત કરી દેવામાં આવી છે. આ મૂર્તિઓ ખૂબ જ આકર્ષક છે.
અયોધ્યા, 5 જાન્યુઆરીઃ રામ મંદિર નિર્માણના પ્રથમ તબક્કાનું કામ લગભગ પૂર્ણ થવા આવ્યું છે. રામ લલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય પણ નજીક આવી ગયો છે. અયોધ્યાથી સતત પ્રાણપ્રતિષ્ઠાની તૈયારીઓની તસવીરો સામે આવી રહી છે. રામ મંદિરમાં પ્રવેશતા પહેલા ભક્તોને હનુમાનજીના દર્શન થશે. આ પ્રવેશદ્વારને સિંહ દ્વાર નામ આપવામાં આવ્યું છે અને દ્વાર પર હનુમાનજીનો પહેરો જોવા મળશે. મંદિરના પ્રવેશદ્વાર પર હનુમાનજી, સિંહ, હાથી અને ગણેશજીની મૂર્તિઓ સ્થાપિત કરી દેવામાં આવી છે. આ મૂર્તિઓ ખૂબ જ આકર્ષક છે.
રામ મંદિર ટ્રસ્ટે જણાવ્યું કે આ મૂર્તિઓ રાજસ્થાની પથ્થરમાંથી બનાવવામાં આવી છે. આ મૂર્તિઓ રાજસ્થાનના બંસી પહાડપુર ગામના હળવા ગુલાબી રંગના બલુઆ પથ્થરમાંથી બનાવવામાં આવી છે. આ મૂર્તિઓને મંદિર તરફ જતી સીડીઓની બંને બાજુ સ્લેબ પર લગાવવામાં આવી છે. નીચેના સ્લેબ પર હાથીની એક-એક મૂર્તિ છે. ત્યારબાદ સિંહની મૂર્તિ લગાવવામાં આવી છે. સૌથી ઉપરના સ્લેબ પર એક બાજુ હનુમાનજીની મૂર્તિ જ્યારે બીજી બાજુ ગરુડની મૂર્તિ છે.
श्री राम जन्मभूमि मन्दिर के प्रवेश द्वार पर आज गज, सिंह, हनुमान जी और गरुड़ जी की मूर्तियाँ स्थापित की गईं हैं।
ये मूर्तियाँ राजस्थान के ग्राम बंसी पहाड़पुर के हल्के गुलाबी रंग के बलुआ पत्थर से बनी हैं।
Murtis of elephant, lion, Hanuman Ji & Garuda have been installed at the… pic.twitter.com/ACINxlum0p
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) January 4, 2024
આ છે રામ મંદિરની વિશેષતાઓ
- મંદિર પરંપરાગત નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે.
- મંદિરની લંબાઈ (પૂર્વથી પશ્ચિમ) 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ રહેશે.
- મંદિર ત્રણ માળનું હશે. દરેક માળની ઊંચાઈ 20 ફૂટ હશે. મંદિરમાં કુલ 392 સ્તંભ અને 44 દરવાજા હશે.
- મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામના બાળ સ્વરૂપના દર્શન થશે. પહેલા માળે શ્રીરામ દરબાર હશે.
- મંદિરમાં 5 મંડપ હશે. જેમાં નૃત્ય મંડપ, રંગ મંડપ, સભા મંડપ, પ્રાર્થના મંડપ અને કીર્તન મંડપ હશે.
- સ્તંભો અને દીવાલો પર દેવી-દેવતાઓની પ્રતિમાઓ કોતરવામાં આવી રહી છે.
- મંદિરમાં પ્રવેશ પૂર્વ દિશાથી 32 સીડીઓ ચઢીને સિંહદ્વારથી થશે.
- દિવ્યાંગો અને વૃદ્ધો માટે મંદિરમાં રેમ્પ અને લિફ્ટની જોગવાઈ હશે.
- મંદિરની આસપાસ એક લંબચોરસ દિવાલ હશે. તેના ચાર ખૂણામાં સૂર્યદેવ, માતા ભગવતી, ગણપતિ અને ભગવાન શિવને સમર્પિત ચાર મંદિરોનું નિર્માણ થશે.
- ઉત્તર બાજુ માં અન્નપૂર્ણા અને દક્ષિણ બાજુ હનુમાનજીનું મંદિર હશે.
- મંદિર સંકુલમાં અન્ય મંદિરોમાં મહર્ષિ વાલ્મીકિ, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, નિષાદરાજ, માતા શબરી અને ઋષિપત્ની દેવી અહલ્યાના મંદિરો હશે.
આ પણ વાંચોઃપશ્ચિમ બંગાળની સાડીને મળ્યું વિશેષ સ્થાન, મમતા બેનરજીએ શૅર કરી વિગત