અમદાવાદમાં રવિકિરણ હાઉસિંગ સોસાયટીના ગેરકાયેદ બાંધકામનો વિવાદ પહોંચ્યો કોર્ટ
- સોસાયટીના સભ્યો દ્વારા સાથે મળીને કોર્ટ ઓફ કંટેપ્ટની કાર્યવાહી કરાઇ
અમદાવાદ, 18 મે 2024, અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં આવેલી રવિકિરણ કો. ઓ. હાઉસિંગ સોસાયટીમાં સોસાયટીના નિયમોને નેવી મૂકીને 22 નંબરના બંગલામાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે. અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી દ્વારા અરજી પણ કરવામાં આવી હતી. તેમજ આ મામલો હવે કોર્ટમાં પણ પહોંચ્યો છે. ત્યારે આ વિવાદ કેવી રીતે ઉભો થયો? શું વિવાદ છે? આ તમામ પ્રશ્નો જવાબ જાણવા અમારી ટીમે સોસાયટીના ચેરમેન દીપક ગજ્જર તથા સેક્રેટર પૌલેશ શાહનો સંપર્ક કર્યો.
કોર્ટના આદેશની પણ અવગણના કરી: ચેરમેન
રવિ કિરણ સોસાયટીના ચેરમેન દિપક ગજ્જર તથા સેક્રેટરી પૌલેશ શાહ સાથે એચડી ન્યુઝની ટીમે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ સમગ્ર સોસાયટીનું બાંધકામ 15 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું. ત્યારે 2012 થી એટલે કે 12 વર્ષ પહેલા સોસાયટીમાં બંગલા નંબર 22 માં રુચિરભાઇ શાહ રહેવા આવ્યા હતા. તેમણે 2012માં મકાન બનાવ્યું હતું પરંતુ 2021ની સાલમાં તેમણે પોતાનું જૂનું મકાન જમીન દોસ્ત કરી સોસાયટીના કોમન રોડ રસ્તામાં દબાણ કરી નવું બાંધકામ કરવાનું શરૂ કર્યું. જે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સોસાયટીના સભ્યો દ્વારા અરજી કરવામાં આવી હતી. જે બાદ કોર્પોરેશન દ્વારા સોસાયટીનાં જાહેર હિતમાં ગેરકાયદેસર કરાયેલું બાંધકામ તોડી પાડવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ ઘણા સમયથી તોડી ના પાડતા બાંધકામ કરનાર માલિક દ્વારા ઇમ્પેક્ટ હેઠળ કરેલી અરજીની વિરુદ્ધમાં સોસાયટીના સભ્યોએ અરજી આપી હતી.
બાંધકામને તોડી પાડવાનું આદેશ છતા નીરસતા: સેક્રેટરી
સોસાયટીના સેક્રેટરી પોલેશભાઈ શાહે આ મામલે વધુ વાત કરતા જણાવ્યું હતું કે કોર્પોરેશનના ઓર્ડર બાદ પણ તોડી ન પડાતા ફરીથી અરજી કરવામાં આવી જે બાદ કોર્પોરેશને માપણી કરી ગેરકાયદેસર બાંધકામની લાઈન દોરી 22 નંબરનાં મકાનને તોડી પાડવા ઓર્ડર કરાયો હતો પરંતુ જેનો કોઈ અમલ થયો નહીં. વાંધા અરજીની સુનાવણીમાં એએમસી દ્વારા આનુસંગિક કાર્યવાહી કરવાનો જ ઓર્ડર કરાયો છે. જેમાં સોસાયટીની તથા પાડોશીની મંજૂરી લેવામાં આવી નથી અને કામકાજ ચાલુ કરાતા નામદાર કોર્ટમાં અરજી કરતાં સોસાયટીના સભ્યોએ સ્ટે પણ મેળવેલ છે. તથા સોસાયટીના સભ્યો દ્વારા સાથે મળીને કોર્ટ ઓફ કંટેપ્ટની કાર્યવાહી પણ કરવામાં આવી છે. છતાં બાંધકામ ચાલુ રાખતા એએમસીએ સહકાર ના આપતા રજૂઆતો કરવા છતાં આ કામ આજ સુધી રોકી રાખવામાં આવ્યું નથી અને અરજી મંજૂર કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જેમાં એએમસીના અધિકારીઓની મિલીભગત હોય તેવું લાગી રહ્યું છે. આ મુદ્દા અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે સોસાયટીના સભ્યોને જ્યારે એમ્બ્યુલન્સ તથા ફાયર બ્રિગેડની જરૂર પડે તે પણ સોસાયટીમાં અંદર આવી શકે તેમ નથી જો એ અંગે કોઈ પણ બનાવ બનશે તો તેની સમગ્ર જવાબદારી મકાન માલિક તથા જે તે જવાબદાર વિભાગની રહેશે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં સ્માર્ટ પ્રીપેઈડ મીટરના મુદ્દે વિરોધની આંધી, વડોદરાની ગૃહિણીઓએ શું કહ્યું જાણો