ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતનું આ ગામ વેચવાના કૌભાંડમાં બે પોલીસ કર્મચારીની સંડોવણી હોવાની ચર્ચા

  • ફરિયાદ ન કરવા પોલીસનું ગ્રામજનો પર દબાણ છે તેવો આક્ષેપ થયો
  • કાલીપુરાના રીસર્વે નંબર 347ની 1.68 વીઘા જમીનો દસ્તાવેજ બારોબાર કરી દેવાયો
  • અધિકારીએ વાંધા અરજીને તકરાર રજિસ્ટરમાં ચડાવી આજ રોજ સુનાવણી રાખવામાં આવી છે

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં જૂના પહાડિયાની મોડેસ ઓપરેન્ડીથી જ કાલીપુરા ગામની એકથી દોઢ વીઘા જમીન વેચી મારવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. જેમાં જૂના પહાડિયાની જેવી જ મોડસ ઓપરેન્ડી છતાં પોલીસના ફરિયાદ લેવામાં ધાંધિયા છે. જમીન ખરીદનારાઓની સમાધાન માટે દોડધામ તથા ફરિયાદ ન કરવા પોલીસનું ગ્રામજનો પર દબાણ છે તેવો આક્ષેપ થયો છે.

આ પણ વાંચો: ગુજરાત: હાઈસ્કૂલમાં 9 હજાર શિક્ષકોની જગ્યા ખાલી, જ્ઞાન સહાયકની નવી ભરતી ખોરંભે

કાલીપુરાના રીસર્વે નંબર 347ની 1.68 વીઘા જમીનો દસ્તાવેજ બારોબાર કરી દેવાયો

કાલીપુરાના રીસર્વે નંબર 347ની 1.68 વીઘા જમીનો દસ્તાવેજ બારોબાર કરી દેવાયો છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં જૂના પહાડિયાની મોડેસ ઓપરેન્ડીથી જ કાલીપુરા ગામની એકથી દોઢ વીઘા જમીન વેચી મારવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. આ જમીનનો પણ વેચાણ દસ્તાવેજ અહીં વસતા લોકોની જાણ બહાર થઈ ગયો. વેચાણની ફેરફાર નોંધ પડી એ સાથે અહીં મકાન ધરાવતા લોકોના માથા પર આભ તૂટી પડયું છે. જેમાં 7/12માં સમાવેશ છ વારસદારોએ બારોબાર આ જમીન ત્રણ શખ્સોને વેચી મારી છે. આ જમીન ખરીદનારામાં બે શખ્સો પોલીસ કર્મચારી હોવાની ચર્ચા છે.

અધિકારીએ વાંધા અરજીને તકરાર રજિસ્ટરમાં ચડાવી આજ રોજ સુનાવણી રાખવામાં આવી છે

આ બંને રાજકીય વગ ધરાવતા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. ગ્રામજનોએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, એકબાજુ પોલીસ ફરિયાદ ન કરવા માટે દબાણ કરી રહી છે તો બીજી તરફ જમીન ખરીદનારાઓ પણ સમાધાન કરવા માટે ધમપછાડા કરી રહ્યા છે. દહેગામ તાલુકાના સાંપા ગામનું કાલીપુરા પેટાપરુ ગણાય છે. આ કાલીપુરાના રીસર્વે નંબર 347ની 1.68 વીઘા જમીનો દસ્તાવેજ બારોબાર કરી દેવાયો છે. કાલીપુરાની જમીનનો વેચાણ દસ્તાવેજ તો છેક એપ્રિલ મહિનામાં કરી દેવાયો છે. અરજદારો દ્વારા પ્રાંત કચેરીમાં વાંધા અરજી કરી છે, અને વેચાણ નોંધને રદ કરવાની માંગ કરી છે. વાંધા અરજીમાં જણાવ્યા પ્રમાણે સીતાબેન બકાજી ડાભી, ગીતાબેન બકાજી ડાભી, કાળીબેન માસંગજી ઠાકોર, કિરીટજી બકાજી ડાભી, ચંપાબેન મસંગજી ડાભી, રઈબેન બકાજી ડાભી દ્વારા ગત 18 એપ્રિલના રોજ રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કર્યો છે.

આ જમીનને સ્નેહલબેન જૈમીનભાઈ બારોટ, મનોજભાઈ કનુભાઈ બારોટ, દેવેન્દ્રસિંહ જોરાવરસિંહ ચંપાવત ખરીદી છે. આ તમામ શખ્સોએ 7/12ના અન્ય હિસ્સેદારોની સહી, સંમતિ કે કબૂલાત લીધા વગર વેચાણે આપી દીધી છે. આ જમીન ગામતળમાં આવેલી હોવાનું વાંધા અરજીમાં જણાવ્યું છે. પ્રાંત અધિકારીએ વાંધા અરજીને તકરાર રજિસ્ટરમાં ચડાવી આજ રોજ સુનાવણી રાખવામાં આવી છે.

Back to top button