ગુજરાત

ગુજરાતના રૂ.580 કરોડના કોલસા કૌભાંડના આરોપીઓની મુશ્કેલીઓ વધી

  • આરોપીઓએ દેશના અર્થતંત્રને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે
  • સરકારી કચેરીઓમાં ખોટા અને બોગસ રિપોર્ટ રજૂ કરી તેને સાચા તરીકે ખપાવ્યા
  • આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ગુનાહિત કાવતરુ રચ્યું

ગુજરાતના રૂ.580 કરોડના કોલસા કૌભાંડના આરોપીઓની મુશ્કેલીઓ વધી છે. જેમાં ચાર આરોપીના આગોતરા જામીન ફગાવાયા છે. સાઉથ ગુજરાત ફેડરેશન ઑફ ઈન્ડસ્ટ્રીઝના હોદ્દેદારો આરોપી છે. તેમાં કરોડોનો કોલસો મેળવી યુનિટો સુધી પહોંચાડયાના બોગસ રિપોર્ટ કર્યાં હતા. અગાઉ 9 આરોપીઓના આગોતરા કોર્ટે ફ્ગાવ્યા હતા.

આ પણ વાંચો: આજે વિશ્વ વસતિ દિવસ: ગુજરાતમાં 1 વર્ષમાં જાણો કેટલા લોકોએ નસબંધી કરાવી

આરોપીઓએ દેશના અર્થતંત્રને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે

ગુજરાતના રૂ.580 કરોડના કોલસા કૌભાંડમાં સંડોવાયેલા સાઉથ ગુજરાત ફ્ડરેશન ઓફ્ ઇન્ડસ્ટ્રીઝના આરોપી ડાયરેકટરો લલિત સૂરજપ્રકાશ ગર્ગ, વિનય પ્રેમનારાયણ મહેશ્વરી, કૌશિકકુમાર બાબુભાઇ વાહલુવાળા, અમિત કૈલાસનારાયણ મહેશ્વરીની આગોતરા જામીન અરજી અત્રેની સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ એ.બી.ભોજકે ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યુ હતુ કે, દેશના અર્થતંત્રને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડનાર આરોપીઓના કૌભાંડ અને ગુનાહિત કૃત્યની ગંભીર આલોચના કરી છે. આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ગુનાહિત કાવતરુ રચી બહુ મોટો આર્થિક લાભ મેળવવાના ભાગરૂપે ત્રણ લાખ, 92 હજાર, 910 મેટ્રિક ટન કોલસો મેળવ્યો હતો પરંતુ તેમણે આ જથ્થો સાચા યુનિટો સુધી પહોંચાડયો જ ન હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં હૃદયરોગના કેસ વધ્યા, 7 દિવસનો આંકડો જાણી રહેશો દંગ 

સરકારી કચેરીઓમાં પણ તેમણે ખોટા અને બોગસ રિપોર્ટ રજૂ કરી તેને સાચા તરીકે ખપાવ્યા

સરકારી કચેરીઓમાં પણ તેમણે ખોટા અને બોગસ રિપોર્ટ રજૂ કરી તેને સાચા તરીકે ખપાવ્યા હતા. આરોપીઓએ આ પ્રકારની મોડેસ ઓપરેન્ડી મારફ્તે કરોડો રૂપિયાનું આર્થિક કૌભાંડ આચર્યું છે. કોલસા કૌભાંડમાં મે.સાઉથ ગુજરાત ફ્ડરેશન ઓફ્ ઇન્ડસ્ટ્રીઝના આરોપી ડાયરેકટરો લલિત સૂરજપ્રકાશ ગર્ગ, વિનય પ્રેમનારાયણ મહેશ્વરી, કૌશિકકુમાર બાબુભાઇ વાહલુવાળા, અમિત કૈલાસનારાયણ મહેશ્વરી દ્વારા કરાયેલી આગોતરા જામીન અરજીનો વિરોધ કરતાં સીઆઈડી ક્રાઈમ તરફ્થી મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતુ કોર્ટે આરોપીઓના આગોતરા જામીન ફ્ગાવી દેવા જોઇએ.

Back to top button