નંદ ઘેર આનંદ ભયો….. રાજ્યભરમાં જન્માષ્ટમીની ધૂમ, ભક્તિના રંગમાં ભક્તો રંગાયા
દેશભરમાં આજે ભગવાન કૃષ્ણનાં જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રાત્રીનાં 12 વાગ્યે ભગવાન કૃષ્ણ જન્મોત્સવની રાજ્યભરનાં કૃષ્ણ મંદિરોમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દ્વારકા, ડાકોર, મથુરા તેમજ શામળાજી મંદિરમાં જય રણછોડ…..માખણ ચોર, ગોકુલ મે આનંદ ભયો..જય કનૈયા લાલ કી, મથુરા મે આનંદ ભયો..જય કનૈયા લાલ કી, વ્રજ મેં આનંદ ભયો..જય કનૈયા લાલ કી નાં નાદથી ગુંજી ઉઠ્યા હતા.
હાથીઘોડા પાલખી…જય કનૈયા લાલ કી….
રાજ્યના દ્વારકા, ડાકોર, શામળાજી સહિતના મંદિરોમાં કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની ઉજવણી. મોટી સંખ્યામાં ભક્તો જન્માષ્ટમી પર્વની ઉજવણીમાં જોડાયા છે.
અમદાવાદનાં ઈસ્કોન મંદિર ખાતે ભક્તોએ ભજન-કીર્તન કર્યા હતા. તેમજ આરતી બાદ ભક્તોએ આનંદ ઉલ્લાસ સાથે કૃષ્ણ જન્મોત્સવને વધાવ્યો હતો. જન્માષ્ટમી પર્વની ધર્મનગરી દ્વારકામાં રંગારંગ ઉજવણી થઇ. તો ભક્તો જય રણછોડ માખણ ચોરના ભાવ સાથે કૃષ્ણમય બન્યા. ડાકોરમાં રાતે કૃષ્ણ જન્મ સમયે રણછોડરાયજીને તિલક કરવામાં આવ્યું. તો તિલક બાદ ભગવાનને પંચામૃત સ્નાન કરવામાં આવ્યું અને ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી.