ટ્રેન્ડિંગનેશનલ

જંગલી હાથીને જોવાની ઈચ્છા જ બની યુવકના મૃત્યુનું કારણ, જાણો શું છે સમગ્ર મામલો

  • બિજનૌરના હબીબાલા ગામમાં એક યુવકનું મૃત્યુ થયું કારણ કે તે જંગલી હાથીને નજીકથી જોવા ગયો હતો. હાથીએ ગુસ્સે થઈને યુવકને લાત મારી દીધી હતી

બિજનૌર, 13 જૂન: ઉત્તર પ્રદેશના બિજનૌરમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બિજનૌરમાં જંગલી હાથીએ એક યુવકનો જીવ લીધો છે. વાસ્તવમાં યુવકને ખબર પડી કે ગામમાં એક જંગલી હાથી ઘૂસી ગયો છે. આ પછી આ યુવકને અચાનક જંગલી હાથી જોવાની ભારે ઈચ્છા થઈ અને તે પહોચી ગયો જંગલી હાથીને જોવા, હાથી જોવાની ઈચ્છાએ આ યુવકનો જીવ લીધો છે. હાલમાં વન વિભાગની ટીમ જંગલી હાથીને ગામમાંથી ભગાડવાનો પ્રયાસ કરી રહી છે.

શું છે સમગ્ર મામલો?

બિજનૌર હેઠળના ધામપુર વિસ્તારના હબીબાલા ગામમાં અચાનક કેટલાક જંગલી હાથીઓ ઘૂસી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે કેટલાક લોકો જંગલમાં જઈ રહ્યા હતા. ત્યારે તેની નજર તેના ખેતરમાં ઉભેલા જંગલી હાથી પર પડી. આ પછી ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો હતો. ગ્રામજનોએ તરત જ આ અંગે વન વિભાગને જાણ કરી હતી, ત્યારબાદ ફોરેસ્ટ રેન્જર ગોવિંદ સિંહ ગંગવાર તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન વિપિન નામનો વ્યક્તિ હાથીને જોવા માટે ખેતરમાં પહોંચ્યો હતો. જ્યારે હાથીએ ગર્જના કરી ત્યારે તે ભાગી ગયો. આ પછી સાંજે હબીબાલા ગામનો રહેવાસી મુરસલીન પણ હાથીને જોવા માટે ત્યાં પહોંચી ગયો હતો. તે હાથીને નજીકથી જોવા માટે તેની નજીક ગયો, પરંતુ હાથી ગુસ્સે થઈ ગયો અને તેણે મુરસલિનને પછાડીને મારી નાખ્યો.

રીલ બનાવવાના ચક્કરમાં યુવકે ગુમાવ્યો જીવ!

સોશિયલ મીડિયામાં દોવો કરવામાં આવી રહ્યો છે કે યુવક જંગલી હાથીની નજીક જઈને રીલ બનાવવા માંગતો હતો, આ દરમિયાન હાથીએ યુવકને પછાડીને મારી નાખ્યો હતો. ત્યારે અન્ય એક યુવક જે કેમેરા પકડી રહ્યો હતો તેણે ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો.

ફોરેસ્ટ રેન્જર ગોવિંદ સિંહે શું કહ્યું?

જંગલી હાથીના સમાચાર મળતાં જ પોતાની ટીમ સાથે ગામમાં પહોંચેલા ફોરેસ્ટ રેન્જર ગોવિંદ સિંહે કહ્યું કે, ‘અમે ગામલોકોને હાથીથી બચાવવા માટે વિસ્તારમાં કેમ્પ બનાવીને કાર્યવાહી કરી રહ્યા છીએ. ગ્રામજનોને પણ સાવચેત રહેવા જણાવ્યું છે. મુરસલીનના મૃત્યુ પછી, જંગલી હાથીને ગામમાંથી ભગાડવા માટે અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હજુ પણ હાથીને ભગાડવાના પ્રયાસો ચાલુ છે.

આ પણ વાંચો: આતંકી હુમલામાં જીવ ગુમાવનાર CRPF જવાનનો પાર્થિવ દેહ વતન લવાયો, માતાએ કહ્યું…

Back to top button