ટ્રેન્ડિંગનેશનલ

ગૃહપ્રવેશમાં જવાની રજા ન મળતા ડેપ્યુટી કલેક્ટર નિશા બાંગરેએ ધરી દીધું રાજીનામું

Text To Speech

મધ્યપ્રદેશના છતરપુરમાં ઘરના ઉદ્ઘાટનમાં હાજરી ન આપવા પર નારાજગી વ્યક્ત કરતા છતરપુરના ડેપ્યુટી કલેક્ટર નિશા બાંગરેએ નોકરીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે આ અંગે સામાન્ય વહીવટ વિભાગને પત્ર પણ મોકલ્યો છે.

મધ્યપ્રદેશના છતરપુરમાં ડેપ્યુટી કલેક્ટર નિશા બાંગરેએ આપ્યું રાજીનામું

રાજીનામામાં ડેપ્યુટી કલેક્ટર નિશા બાંગરેએ લખ્યું છે કે મને મારા પોતાના ઘરના ગૃહપ્રવેશ સમયે હાજર ન રહેવાથી ઘણું દુઃખ થયું છે. તાજેતરમાં જ આ કાર્યક્રમમાં વિશ્વ શાંતિના દૂત બુદ્ધની અસ્થિઓના દર્શન કરવા માટે મંજૂરી ન આપીને મારી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે.તેથી, મારા મૂળભૂત અધિકારો, ધાર્મિક, આસ્થા અને બંધારણીય મૂલ્યો સાથે ચેડા કરીને ડેપ્યુટી કલેક્ટર પદ પર રહેવું મને યોગ્ય નથી લાગતું. એટલા માટે હું 22 જૂન 2023 ના રોજ તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું.

ડેપ્યુટી કલેક્ટર રાજીનામું-humdekhengenews

રાજીનામાનું સાચું કારણ આગામી વિધાનસભા ચૂંટણી

નિશા બાંગરે હાલમાં લવકુશ નગરના એસડીએમ તરીકે કામ કરી રહી છે.નિશા બાંગરેના રાજીનામાનું સાચું કારણ માનવામાં આવે છે કે તે આગામી વિધાનસભા ચૂંટણીમાં બેતુલ જિલ્લાની આમલા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડશે.

કોંગ્રેસ પક્ષમાંથી વિધાનસભાની ચૂંટણી લડે તેવી ચર્ચા

તમને જણાવી દઈએ કે, સર્વેમાં આ સીટ પરથી નિશા બાંગરેનું નામ પણ સામે આવ્યું છે અને આ પછી તે છ મહિનાની લાંબી રજા લઈને અમલામાં સક્રિય છે.તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ નિશા બાંગરે પ્રશાસનિક સેવા છોડીને રાજકારણમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂકી છે. જો કે તે કયા પક્ષમાંથી ચૂંટણી લડશે તે હજુ નક્કી થયું નથી, પરંતુ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે તે કોંગ્રેસ પક્ષમાંથી વિધાનસભાની ચૂંટણી લડી શકે છે.

 આ પણ વાંચો : ગાંધીનગરમાં 100 કરોડના ખર્ચે બનશે નવું સચિવાલય, જાણો શું છે આયોજન

Back to top button