અમદાવાદનું નામ બદલવાની માંગ ફરી ઉઠી, હવે કોણ કરી કહ્યું છે માંગ ?
અમદાવાદના નામ બદલવાને લઈને ફરી માંગ ઉઠવા પામી છે. જેમાં ABVP દ્વારા અમદાવાદનું નામ બદલીને ફરી એક વાર કર્ણાવતી રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
અમદાવાદનું નામ બદલાવાની માંગ
જાણકારી મુજબ અમદાવાદમાં RSSની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કક્ષાએ યોજાયેલા વિદ્યાર્થી ગૌરવ કાર્યક્રમમાં વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચમાં મુખ્ય મુદ્દો અમદાવાદના નામકરણનો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે (ABVP)અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની માગ કરી છે. ABVP દ્વારા અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાનો પ્રસ્તાવ 500 વિદ્યાર્થીઓ વચ્ચે મુકવામાં આવ્યો હતો. જેને સૌ કોઈએ સ્વીકાર્યો હતો. ABVP દ્વારા આ પ્રસ્તાવને અમદાવાદના મેયર અને કલેક્ટરને સોંપવામા્ં આવશે.
ABVP દ્વારા એક અભિયાન ચલાવવામાં આવશે
પ્રાપ્ત જાણકારી અનુસાર ABVPની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે અમદાવાદના નામના પ્રસ્તાવને મેયર અને કલેક્ટરને સોંપવામાં આવશે. ABVPના રાજ્ય મંત્રી યુતિ ગજરેના જણાવ્યા અનુસાર અમદાવાદનું નામ કર્ણાવતી રાખવાની દરખાસ્ત પાંચસો વિદ્યાર્થીઓમાંથી કરવામાં આવી છે. હવે અમે આ દરખાસ્ત સંદર્ભે, સંબંધિત અધિકારીઓને મળીશું અને નામ બદલવાની માગ કરીશું. તેમજ આ માટે રાષ્ટ્રીય એકતા યાત્રા અમદાવાદ અને સુરત આવશે જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લેશે જેમાં નામ બદલવાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે ABVP લોકોને જાગૃત કરશે અને કર્ણાવતી નામકરણ માટે સમર્થન માંગશે.
નામ બદલવાની માંગ કેમ ઉઠી ?
ઉલ્લેખનીય છે કે પહેલા પણ અનેક વાર અમદાવાદનું નામ કર્ણાવતી રાખવાની માગ ઉઠી હતી. જેમાં અમદાવાદનું નામ બદલવાની માગણી કરનારાઓનું કહેવું છે કે 1411માં જ્યારે મુસ્લિમ શાસક અહેમદ શાહે અહીં કબજો કર્યો ત્યારે તેણે તેનું નામ અમદાવાદ રાખવામાં આવ્યુ હતું. 11મી સદીમાં ગુજરાતના સોલંકી રાજા કર્ણદેવે આશાવલ ભીલ નામના રાજાને હરાવીને વર્તમાન પ્રદેશ પર વિજય મેળવ્યો હતો. જેથી રાજા કર્ણદેવના નામ પરથી આ સ્થળનું નામ કર્ણાવતી રાખવામાં આવ્યુ હતું. જેથી આ સ્થળનું નામ કર્ણાવતી જ હોવું જોઈએ તેવી માંગ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : લોકડાઉનમાં સૌથી વધુ યુઝ થયેલી Zoom એપ હવે કર્મચારીઓ પર ચલાવશે કાતર, CEO એ કરી જાહેરાત