લદ્દાખમાં પેટ્રોલિંગ પોઇન્ટ પર ચીનનો કબ્જો કરવાની વાતના રિપોર્ટને સંરક્ષણ મંત્રાલયે ફગાવ્યો
ગતરોજથી આ વાતે જોર પકડયુ છે કે ભારતે ઇસ્ટર્ન લદ્દાખમાં 65માંથી 26 પેટ્રોલિંગ પોઇન્ટ પરથી પોતાના અધિકાર ગુમાવી દીધા છે. અહીં 65 પેટ્રોલિંગ પોઇન્ટ છે જેમાંથી 26 ભારતના હાથમાંથી નીકળી ગયા છે. અહી ભારતીય સુરક્ષા જવાનો નિયમિત રુપે પેટ્રોલિંગ કરતા હતા. સંરક્ષણ મંત્રાલયે આ વાતનું ખંડન કરતા જણાવ્યુ છે કે ભારતે પૂર્વી લદ્દાખમાં પોતાની જમીનનો કોઇ પણ ભાગ ગુમાવ્યો નથી. તેમજ સેના તરફથી કહેવામાં આવ્યુ કે વિવાદિત વિસ્તારમાં ભારતે કોઇ જમીન ગુમાવી નથી. પરંતુ હા કેટલાક વિસ્તાર પર જરૂર બન્ને પક્ષ તરફથી પેટ્રોલિંગ રોકી દેવામાં આવ્યુ છે. તે સાથે જ જણાવામાં આવ્યુ છે કે આવા વિસ્તારમાં આપણી ટેકનિક હાજરી એટલી જ છે જેટલી ચીની સેનાની છે.
આ પણ વાંચો : ગુજરાતની મહિલા રાઇફલ ડ્રિલની કરતબ જોઇને તમે પણ ચોંકી જશો
ઉલ્લેખનીય છો કે લદ્દાખના એક સીનિયર પોલીસ અધીકારીએ એક રિપોર્ટમાં કહ્યુ હતુ કે “વર્તમાનમાં કારાકોરમ દર્રાથી ચુમુર સુધી 65 પેટ્રોલિંગ પોઈન્ટ છે. જેના પર ભારતીય સુરક્ષા દળના જવાનો દ્વારા નિયમિત રીતે પેટ્રોલિંગ કરવામાં આવે છે. આ 65 પેટ્રોલિંગ પોઈન્ટમાંથી 26 પેટ્રોલિંગ પોઈન્ટમાંથી આપણી હાજરી સમાપ્ત થઇ ગઇ છે. તેમજ જણાવામા આવ્યુ હતું કે 5-17,24-32,37 પર ભારતીય સુરક્ષા દળો દ્વારા કોઇ પેટ્રોલિંગ ના કરવાને કારણે આ પેટ્રોલિંગ પોઈન્ટ પરથી આપણે આપણા સત્તા ગુમાવી દીધી છે.”
આ રિપોર્ટ ગત અઠવાડિયે દેશના ટોચના પોલીસ અધિકારીઓના વાર્ષિક સમ્મેલનમાં દિલ્હીમાં ખાતે દાખલ કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પણ હાજર હતા. જેમાં જણાવામાં આવ્યુ હતું કે, પાછળથી ચીન અમને આ તથ્યને સ્વીકાર કરવા માટે મજબૂર કરશે કે આ વિસ્તારમાં લાંબા સમયથી આઇએસએફ અથવા ભારતીય નાગરિકોની હાજરી જોવા નથી મળી. ચીની આ વિસ્તારમાં હાજર હતા. જેણે આઇએસએફના નિયંત્રણ ધરાવતી સીમામાં બદલાવ થઇ જશે. ભારતીય પક્ષ તરફથી આવા તમામ પૉકેટ્સ પાસે બફર ઝોન બનાવવામાં આવે છે.
સેનાના મનોબળને પ્રભાવિત કરે છે
અધિકારીએ લખ્યુ હતુ, “પીએલએએ ડી-એસ્કેલેશન વાર્તામાં પોતાના સર્વશ્રેષ્ઠ રૂમને યોગ્ય ઉંચાઇ પર રાખી અને આપણા સુરક્ષા દળની મૂવમેન્ટની નજર કરી બફર વિસ્તારનો લાભ ઉઠાવ્યો છે. તે બફર ઝોનમાં પણ અમારી મૂવમેન્ટ પર આપત્તિ વ્યક્ત કરે છે. ચીન દાવો કરે છે કે આ વિસ્તાર તેમનો વિસ્તાર છે અને પછી અમને વધુ બફર વિસ્તાર બનાવવા માટે પરત જવા માટે કહે છે. પીડી નિત્યાએ પોતાના રિપોર્ટમાં કહ્યુ હતુ કે, ચીનની આ રણનીતિ ગલવાન ઘાટીમાં જોવા મળી હતી. જ્યા 2020માં હિંસક અથડામણ થઇ હતી. આમને-સામનેની લડાઇમાં 20 ભારતીય સૈનિક અને ઓછામાં ઓછા ચાર ચીની સૈનિક માર્યા ગયા હતા.