ભજનની ધૂન પર તલ્લીન થઈ ઝૂમી ઊઠ્યું હરણ
- કીર્તન કરતાં હરણનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
- હરિ કીર્તન પર બાલગોપાલો સાથે હરણ રમણી ઝૂમી ઉઠ્યું
- મહારાષ્ટ્રના DyCM ફડનવીસે પણ વિડીયોને સોશિયલ મીડિયામાં શેર કર્યો
અમદાવાદ, 29 ડિસેમ્બર : હરિ કીર્તન પર બાલગોપાલો સાથે હરણ રમણી ઝૂમી ઉઠ્યું. કીર્તન કરતાં હરણનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે પણ આ વિડીયોને સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. મળતી માહિતી મુજબ, આ વિડીયો મહારાષ્ટ્રના અહેમદનગર ડિસ્ટ્રિક્ટના શેવગાવ તાલુકાના કન્હૈયા આશ્રમનો છે. 1.5 વર્ષ પહેલા આ ઘાયલ હરણની આશ્રમ દ્વારા દેખરેખ કરવામાં આવી હતી.
ભજનની ધૂન પર તલ્લીન થઈ ઝૂમી ઊઠ્યું હરણ#deer #bhajan #tunes #hymn #enjoy #gujarat #gujaratnews #humdekhengenews pic.twitter.com/wqLMu5z2bW
— Hum Dekhenge News (@humdekhengenews) December 29, 2023
હરિ કીર્તન પર ઝૂમનારૂ આ હરણ ઘાયલ હોવાને કારણે આશ્રમમાં સ્વસ્થ થવા માટે આવ્યું હતું. આ હરણ રમણીને સ્વસ્થ થઈ જતાં જંગલમાં છોડી દેવામાં આવ્યું હતું. પરંતુ પ્રાણીઓની વફાદારી અને પ્રેમનું શ્રેષ્ઠ ઉદાહરણ આપતા આ હરણ પાછું આશ્રમ આવ્યું હતું. હવે આશ્રમમાં બાલગોપાલો સાથે આ હરણ રમણી ઢોલક અને નગારાના તાલ પર ઝૂમે છે
આ પણ જુઓ :2023ની અંતિમ સંકષ્ટી ચતુર્થીઃ જાણો શું છે તેનું મહત્ત્વ