ટ્રેન્ડિંગવર્લ્ડ

ઉત્તર-પશ્ચિમ ચીનમાં ભૂકંપે ભારે તારાજી સર્જી, મૃત્યુઆંક વધીને 131એ પહોંચ્યો

Text To Speech

બેઇજિંગ (ચીન), 20 ડિસેમ્બર: ઉત્તર-પશ્ચિમ ચીનના પર્વતીય વિસ્તારમાં 6.2ની તીવ્રતાના ભૂકંપના કારણે ઓછામાં ઓછા 131 લોકોના મૃત્યુ થયા છે. અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે ભૂકંપના કારણે ઘણા મકાનો કાટમાળમાં ધસી પડ્યા હતા અને લોકોને કડકડતી ઠંડી વચ્ચે ઘરની બહાર રહેવું પડ્યું હતું. તેમણે કહ્યું કે છેલ્લા નવ વર્ષમાં ચીનમાં આ સૌથી શક્તિશાળી ભૂકંપ છે.

અધિકારીઓ અને ચીની મીડિયાના અહેવાલો અનુસાર સોમવારે મધ્યરાત્રિ પહેલા 6.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 700થી વધુ લોકો ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે ભૂકંપના કારણે ગાંસુ અને કિંઘાઈ પ્રાંતમાં રસ્તાઓને ભારે નુકસાન પહોંચ્યું છે અને વીજળી અને સંચાર સેવાઓ ખોરવાઈ ગઈ છે. ભૂકંપના જોરદાર આંચકાને કારણે ઘણી ઈમારતોને નુકસાન થયું છે અને ઈમરજન્સી કર્મચારીઓ ધરાશાયી ઈમારતોના કાટમાળમાંથી લોકોને શોધીને બહાર નીકાળી રહી છે.

મા ડોંગડોંગ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે તેના ઘરના ત્રણ બેડરૂમ ધ્વસ્ત થઈ ગયા છે અને તેની દુકાનનો એક ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો છે. ચાઈના અર્થક્વેક નેટવર્ક સેન્ટરના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ગાંસુના જીશિશાન કાઉન્ટીમાં જમીનથી 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. યુએસ જીઓલોજિકલ સર્વેએ ભૂકંપની તીવ્રતા 5.9 માપી હતી.

આ પણ વાંચો: ચીનમાં 6.2ની તીવ્રતાના ભૂકંપથી તબાહી, 100થી વધુના મૃત્યુ તો 200 ઘાયલ

Back to top button