નેશનલ

હિન્દુ નેતા આચાર્ય ધર્મેન્દ્રનું અવસાન, રામજન્મ ભૂમિ માટે હતો મહત્વનો ફાળો

Text To Speech

દેશના સૌથી મોટા અને પ્રખ્યાત હિન્દુ નેતા એવા આચાર્ય સ્વામી ધર્મેન્દ્રનું અવસાન થઈ ગયું છે. તેમણે સોમવારે સવારે રાજસ્થાનના જયપુરમાં અંતિમ શ્વાસ લીધા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આચાર્ય ધર્મેન્દ્ર છેલ્લા 1 મહિનાથી બીમાર હતા. તેમને એસએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું અવસાન થઈ ગયું છે. આચાર્ય ધરમેન્દ્ર શ્રીરામ મંદિર આંદોલનમાં સક્રિય હતા.

આ પણ વાંચો : કેજરીવાલે પાર્ટીની તુલના કરી ભગવાન કૃષ્ણ સાથે, કહ્યું- AAP ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારી જેવા ‘રાક્ષસો’નો કરી રહી છે નાશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા સ્પીકર ઓમ બિરલાએ થોડા દિવસ પહેલા જ તેમના સ્વાસ્થ્યની જાણકારી મેળવી હતી. રાજસ્થાન બીજેપીના અનેક નોતા પણ તેમની ખબર કાઢવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા.આચાર્ય સ્વામી ધર્મેન્દ્રને બે પુત્રો છે સોમેન્દ્ર શર્મા અને પ્રણવેન્દ્ર શર્મા. સોમેન્દ્રની પત્ની અને આચાર્યની વહુ અર્ચના શર્મા હાલમાં ગેહલોત સરકારમાં સમાજ કલ્યાણ બોર્ડના અધ્યક્ષ છે.

દેશભરના હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા લોકોએ આચાર્ય ધર્મેન્દ્રના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે શ્રી રામ મંદિર આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. વિશ્વ હિંદુ પરિષદ સાથેના તેમના લાંબા જોડાણ દરમિયાન તેઓ રામ મંદિર મુદ્દે ખુલ્લા વલણને કારણે ચર્ચામાં હતા. બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં જ્યારે ચુકાદો આવવાનો હતો ત્યારે તેમણે ચુકાદા પહેલા કહ્યું હતું કે, હું આરોપી નંબર વન છું. મેં જે પણ કર્યું છે તે બધાની સામે કર્યું છે. હું સજાથી ડરતો નથી.

Back to top button