ઉત્તર ગુજરાતગુજરાત

ખુલ્લી ગટરમાં ખાબકેલી બાળકીનું મોત, તંત્રની ઘોર બેદરકારીએ લીધો માસુમનો જીવ

Text To Speech

મહેસાણા: ગુજરાતમાં બાળકો ખુલ્લા બોર કે ગટરોમાં ગરકાવ થવાના કિસ્સા વધી રહ્યા છે. વિસનગરના શુકન હોટલ પાસે ખુલ્લી ભૂગર્ભ ગટરમાં 7 વર્ષની બાળકી ખાબકી હતી. રાજ્યના આરોગ્ય મંત્રીના નિવાસસ્થાન નજીક આ ઘટના બની હતી. બાળકીને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરયું હતું. પરંતુ દુર્ભાગ્યવશ કલાકોની જહેમત બાદ પણ બાળકીને બચાવી શકાઈ નથી. પાલિકાની ઘોર બેદરકારીએ એક સાત વર્ષની બાળકીનો જીવ લીધો હતો.

આ ઘટના એ આરોગ્યમંત્રીના નિવાસ સ્થાનથી થોડે જ દૂર શુકન હોટલ પાસે ખુલ્લી ભૂગર્ભ ગટરમાં 7 વર્ષની બાળકી ગટરની લાઈનમાં ફસાઈ હતી. આ ઘટનાને પગલે તંત્ર દ્વારા ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યૂ કામગીરી હાથ ઘરવામાં આવી હતી. જો કે, બે કલાકની ભારે જહેમત બાદ પણ બાળકીને બચાવી શકાઈ ન હતી. આ ઘટનામાં બાળકીને બહાર કાઢીને તેને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી. પરંતુ બાળકી ને બચાવી શકાઈ ન હતી.

ઘટના સ્થળે લોકોના ટોળે ટોળાં વળ્યાં હતા. અને બાળકીને રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી હતી. બાળકી વરસાદી પાણીમાં ફસાઈ ગઈ હતી. જેને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બાળકીને શોધવા પોલીસ તંત્ર, નગરપાલિકા સહિતની ટીમો કામે લાગી હતી. એટલું જ નહીં, ૩ જેસીબી ઉપરાંત એક ક્રેઈન, 108 એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગે પણ ભારે જહેમત ઉઠાવી હતી.

ફાયરની ટીમે બાળકીને બહાર કાઢવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. વરસાદ ચાલુ હોવાથી ગટર લાઈનમાં ફૂલ પાણી ચાલુ હતું. તેમ છતાં કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. છેલ્લા બે કલાકથી ભૂગર્ભ ગટરમાં બાળકી ફસાઈ હતી. જે અંતે મળી આવી હતી. ઘટનાને પગલે રોડ તોડવાની પણ કામગીરી કરવામાં આવી હતી.પરંતુ બાળકીને બચાવી શકાઈ ન હતી.જો કે સમગ્ર ઘટનાને પગલે પાલિકાની ઘોર બેદરકારી સામે આવી હતી.

Back to top button