

છેલ્લા કેટલાક દિવસોમાં મંકીપોક્સ વાયરસ સમગ્ર યુરોપમાં ફેલાયો છે. ત્યારે બેલ્ઝિયમમાં મંકીપોક્સથી સંક્રમિત લોકો માટે ક્વોરેન્ટાઇન ફરજિયાત કરવામા આવશે. આ નિયમ લાગૂ કરનારો બેલ્ઝિયમ વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે.
મંકીપોક્સથી સંક્રમિત લોકો માટે ક્વોરેન્ટાઇન ફરજિયાત બનાવનાર બેલ્જિયમ વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ વાયરસ સમગ્ર યુરોપમાં ફેલાયો છે. એકલા યુકેમાં મંકીપોક્સના 20 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં લગભગ 12 દેશોમાં મંકીપોક્સના કેસ નોંધાયા છે. બેલ્જિયમ મંકીપોક્સને લઈને અધિકારીઓએ જાહેરાત કરી હતી કે, જે લોકો વાયરસથી સંક્રમિત જણાયા છે અને લક્ષણો દેખાય છે, તેઓને 21 દિવસ માટે ક્વારન્ટીન રાખવામાં આવશે. દેશના રિસ્ક એસેસમેન્ટ ગ્રુપ અને સ્વાસ્થ્ય અધિકારીઓ વચ્ચેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.