સાબરમતી નદીમાંથી એક મહિલા સહિત ચાર મૃતદેહ મળ્યા, સઘન તપાસ શરૂ
અમદાવાદઃ (Ahmedabad)શહેરની સાબરમતી નદીમાં અવારનવાર આપઘાતના બનાવો પ્રકાશમાં આવતાં હોય છે. (police)ત્યારે નદીમાંથી આજે ત્રણ પુરૂષ અને એક મહિલાનો મૃતદેહ મળ્યા છે. ફાયર બ્રિગેડ દ્વારા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જેમાંથી 2 મૃતદેહની ઓળખ થઈ છે તથા 2 મૃતદેહની ઓળખ બાકી છે. (Sabarmati river)4 પૈકી એક મૃતદેહ ગઈકાલે ગુમ થયેલા કિશન પરમારનો છે. (four dead body found) 32 વર્ષીય કિશનનો મૃતદેહ આંબેડકર બ્રિજ પાસેથી મળ્યો છે. જમાલપુર નજીકથી 25 વર્ષના સંજય પરમારનો મૃતદેહ મળ્યો છે. અન્ય એક પુરૂષ અને મહિલાની ઓળખ હજુ બાકી છે. આજે એલિસબ્રિજ પાસે નદીમાંથી અજાણી મહિલાનો મૃતદેહ તરતી હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ચાર લોકોના મતદેહ મળતાં પોલીસ સઘન તપાસમાં લાગી
અમદાવાદ શહેરમાં સાબરમતિ નદીમાંથી ત્રણ કલાકમાં ચાર લોકોના મતદેહ મળતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. હાલ આ ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યાં છે. ચારેય મૃતદેહોને લઈને હત્યા થઈ છે કે આત્મહત્યા તે અંગે અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે. ત્યારે પોલીસે આ દિશામાં પણ તપાસ શરૂ કરી દીઘી છે. આ ચાર મૃતદેહ સાબરમતી નદીના અલગ-અલગ બ્રિજ નજીકથી મળી આવ્યા છે. આંબેડકર બ્રિજ નજીકથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. એલિસબ્રિજ નજીકથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. તમામ મૃતદેહોને પીએમ માટે સિવિલ ખસેડાયા છે.