હિમાચલ વિધાનસભાની ચુંટણીની તારીખ થઈ જાહેર , 12 નવેમ્બરે યોજાશે ચુંટણી
આજે પ્રેસ કોન્ફરન્સ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખોને લઈને હોઈ શકે છે તેવુ ચર્ચાઈ રહ્યું હતુ જેના વચ્ચે હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચુંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આ મુદ્દે આજે પત્રકાર પરીષદ્ યોજાઈ હતી. જેમાં ચુંટણી સચિવએ કહ્યુ હતુ કે તા. 12ના રોજ હિમાચલ વિધાનસભાની ચુંટણીની જાહેરાત કરવામાં આવી છે.
12મી નવેમ્બરે ચુંટણીની જાહેરાત
2022ના અંતે યોજાનારા ચૂંટણી અંગે આધિકારીકએ જણાવ્યુ હતુ કે ઈલેક્શન કમિશન દ્વારા આજે સવારે જાહેર કરવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સમાં હિમાચલમાં ચૂંટણી યોજાશે. ઈલેક્શન કમિશને કહ્યું કે આબોહવાની સ્થિતિ અને અન્ય કારણોસર હિમાચલની ચૂંટણી વહેલી યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્ય ચૂંટમી કમિશનર રાજીવ કુમારે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 12મી નવેમ્બરે યોજવાની જાહેરાત કરી છે. હિમાચલમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે અને 8 ડિસેમ્બરના રોજ મત ગણતરી કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભા ચુંટણીની કોઈ જાહેરાત નહીં
‘રાજયના DGP અને સચિવ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી જે બાદ ચૂંટણીમાં લોકોની ભાગીદારી વધારવા અંગે પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાનું પણ જણાવવામાં આવ્યુ હતુ. ગુજરાત વિધાનસભા ચૂંટણીઓની તારીખો જાહેર થાય તેવી હમણા કોઈ શક્યતા નહિવત્ છે. ચૂંટણી પંચ દ્વારા આજે ફક્ત હિમાચલ પ્રદેશ માટે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં 20 ઓક્ટોબર બાદ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થશે. 2017 માં પણ હિમાચલ પ્રદેશની ચૂંટણી પહેલા જાહેર થઈ હતી. બંને રાજ્યોની ચૂંટણી સાથે જાહેર નહીં થાય.
આ પણ વાંચો: ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા આ તારીખે કોંગ્રેસ કરશે મોટી જાહેરાત