પોતાના બાળકોને RTE હેઠળ શાળામા પ્રવેશ અપાવવામા માગતા વાલીઓ માટે સારા સમચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશ માટે અરજી કરવાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. જે અંતર્ગત વાલીઓ બાળકોના પ્રવેશ માટે 30મી માર્ચથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
RTE હેઠળ પ્રવેશ માટેની તારીખ જાહેર
પોતાના બાળકને RTE હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ અપાવવા માટે ગરીબ અને મધ્યમવર્ગના વાલીઓ દર વર્ષે આતુરતાથી રાહ જોતા હોય છે.ત્યારે વાલીઓની આ આતુરતાનો અંત આવ્યો છે. રાજ્યમાં RTE અંતર્ગત પ્રવેશ માટે અરજી કરવાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ RTE હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ 30મી માર્ચથી ભરી શકાશે.જાણકારી મુજબ 30 માર્ચથી શરુ કરીને 11 એપ્રિલ સુધી પ્રવેશ માટે અરજી કરી શકાશે.
વાલીઓએ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે
ધોરણ 1થી 8માં વિનામૂલ્યે ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે RTE હેઠળ અરજી કરવાની આવતી હોય છે. આ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. RTE હેઠળ ખાનગી શાળાઓમાં કેટલીક સીટો આવા બાળકો માટે અનામત રાખવામાં આવે છે. વાલીઓને આ અરજી ઓનલાઈન કરવાની રહેશે.વાલીઓએ RTE માટેનું ફૉર્મ ઓફિસિયલ વેબસાઈટ rte.orpgujarat.com પરથી ભરવાનું રહેશે.
30 માર્ચથી 11 એપ્રિલ દરમિયાન અરજી કરી શકાશે
ત્યારે આ અરજી કરવા માટેની તારીખ જાહેર કરવામાં આવી છે. જે મુજબ વાલીઓ 30 માર્ચથી 11 એપ્રિલ દરમિયાન અરજી કરી શકશે.આ વેબસાઈટ પર ફોર્મ ભરતી વખતે વાલીઓએ જરુરી તમામ આધાર પુરાવા રજૂ કરવાના રહેશે. તેમજ ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટે બાળકની ઉમર 31મે 2023ના રોજ 6 વર્ષ પૂર્ણ થઈ ગઈ હોવી જરુરી છે.
આ પણ વાંચો : વાત વાતમાં મોત ! મોપેડ પર બેસી પિતા સાથે ફોન પર વાત કરતા આવ્યો હાર્ટ એટેક